Thursday, 29 December 2016



મિત્રો વિડિઓ ની મઝા માણો તેને  લાઈક  કરો  અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ 

Monday, 1 June 2015

સુવિચાર










  • વિદ્યારૂપી ધનની કોઈ ચોરી કરી શકતું નથી, રાજા દંડના રૂપમાં લઈ શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એનો કોઈ ભાર હોતો નથી, તે દાન દેવાથી વધે છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.
  • માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.
  • જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા, બસ એ વાત યાદ રાખજો કે દરેક રમત માં હંમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોય
  • છે રમત વીરો નહિ.
  • શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…
  • જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે.
  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.
  • જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.
  • હંમેશા હસતા રહેવાથી, અને ખુશનુમા રહેવાથી; પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
  • સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.
  • જે છે તેનો આનંદ લેવો હોય તો જે નથી તેની ચિંતા છોડી દો.
  • આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે  
  • ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે.
  • ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.
  • દયા એવી ભાષા છે જે બહેરા સાંભળી શકે છે અને મૂંગા પણ સમજી શકે છે.
  • અથાક પરિશ્રમ થી મળેલી અઢળક આવક, લાંબો સમય નથી ટકતી, પણ
    પુરતી મહેનત થી મળેલી પ્રમાણસર આવક, જીવન ટકાવી રાખતી.
  • જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એમ જ્ઞાન હોવાથી સંસાર માં ભૂલા પડતું નથી.

Sunday, 13 April 2014

મારુ  નામ  નિકુંજ મનોહર કાબંલે  છે.