રોમાંચક કથા વાર્તાઓ

                                                                          રોમાંચક કથા વાર્તાઓ

મિત્રો  આ સેક્શન માં હું તમને જાણી અજાણી વાર્તાઓ અને કથા , જે જાણીતા વાર્તાકારો અને બ્લોગર લખવામાં આવી છે તે તમારી પાસે પ્રસ્તુત કરું છું.










કેસી તેરી ખુદગરજી

 
12:32


સાંજે લગભગ ૮ વાગ્યાનો સુમાર છે. સરસ અર્જિતસિંહનું સુંદર ગીત યાદ કરતા કરતા બાઈક પર એસ જી હાઈવે ઓફિસથી નીકળીને ઘર તરફ પ્રયાણ કર્યું હતું. વાતાવરણ સુંદર હતું અને મીઠાખળી અન્ડર બ્રીજ પછી ટ્રાફિક સિગનલ આગળ રોકાવાનું થયું. આજે બસ વાતાવરણની અસર હતીને મનપ્રફુલ્લિત હતું. બસ આજ સમયે આગળ સ્કુટર પર પોતાના પિતાની પાછળની સીટ પર બેઠેલા બાળક તરફ ધ્યાન ગયું. આ બાળક આંખે માંજરો હતો અને પાછળ બેઠો બેઠો ત્રાંસી નજરે પણ સતત આ બાજુ જોઈ રહ્યો હતો. આમ તો ભાગ્યે જ કોઈકનું ધ્યાન જાય પણ મારું ધ્યાન આ બાળકની એકટશે નીહારતી નજરો તરફ ગઈ. ધી સિક્સ સેન્સ ફિલ્મનાં બાળકની જેમ ફિલ્મના સીનમાં ભૂત જોઈ લીધું હોય તેમ તે સતત એક તરફ જોઈ રહ્યો હતો. જાણે હમણાં બોમ્બ ફૂટશે એવી એની આંખો થતી હતી. હવે આ સમયે મને આ બાબત પ્રત્યે અચરજ થયું કે કદાચ આ બાળક અંધ તો નથી?. પણ હેલ્મેટ કાઢીને એ બાળક જે બાજુ જોતો હતો ત્યાં જોયું .... કોઈ બાબત અવનવી નહોતી ... તો પછી આ કેમ આ રીતે જોઈ રહ્યો છે? ફરીથી ધ્યાન આપ્યું હજી સિગ્નલ ખુલ્યું ન હતું. સ્કુટીવાળો ભાઈ એક બીજા સ્કુટીવાળાને થોડુક આગળ વાહન લઇ જવા ઈશારો કરી રહ્યો હતો...પણ આ બીજો ભાઈ એ બાજુ ધ્યાન આપતો ન હતો ... પહેલા સ્કુટીવાળાએ બીજાને સહેજ અડકીને આગળ જવા કહ્યું. આ પહેલા સ્કુટીવાળા ભાઈના મોઢામાં પાન જેવું કંઇક હતું એ બોલતો ન હતો પણ આ ભાઈ ને પોતાના વાહનથી આગળ વધારવા કહી રહ્યો હતો. થોડીક વાર આજુ બાજુ અન્ય વાહનવાળા પણ જોઈ રહ્યા કે છે શું ? જે ભાઈને વહાન સહેજ આગળ લેવા કહ્યું હતું એ એમ ને એમ ઉભો હતો ..... હવે અચાનક એ ભાઈ ગભરાઈ ગયો ...ને એના વાહન પર સાથે બેઠેલી સ્ત્રી પણ ચીસ પાડી ઉઠી અરે અરે પકડો આને .... મને ઉત્સુકતા થઇને જોયુતો આ પેલો પાનવાળો ભાઈ પોતાના સ્કુટર પર ડોબરમેન કુતરો લઇ જતો હતો.. ને બિચારાને દબાવીને પોતાના બે પગથી ઝાલી રાખ્યો હતો.. જયારે આ ભાઈએ બીજાને દૂર હટવા કીધું ત્યારે ટ્રાફિકમાં જગ્યા ઓછી હતીને ડોબરમેન એટલે કે કાળા કુતરાને જીવ રૂંધાતો હતો... બીજી બાજુ સ્કુટીનો કલર કાળો હતો ને પેલા ભાઈ જે બાજુ ઉભા હતા ત્યાં પણ એટલો પ્રકાશ ન હતો કે પેલા ભાઈએ સ્કુટીમાં પગ વચ્ચે બાંધેલા કુતરાને જોઈ શકાય... બસ આ કુતરાને રીસ ચડીને જોર જોરથી ભસવા લાગ્યો. આ કૂતરાનો માલિક પોતાનો પાન મસાલો થુકીને પોતાના મોઢેથી ફોડ પાડવા માંગતો ન હતો. બીજી બાજુ બીજો સ્કુટરવાળો જે તદ્દન નજીક ઉભો હતો એને એ ખ્યાલ ન હતો કે આ ડોબરમેંન કુતરો કેહવાય ને આ પપ્પી કરે તો ૩ ઇન્જેક્શન પાક્કા ... અજબની વાત તો એ હતી કે નાનો બાળક આ બાબતથી અવગત હતો.. નસીબથી કુતરો કુદીને બચકું ભરે એ પહેલા ગુસ્સામાં જોરજોરથી ભસ્યોને આજુબાજુ લોકોનું ધ્યાન ગયું.. આ બાજુ મને ખરેખર રમૂજ થઇ કે ભાઈ ભાઈ અહિયાં કોઈક જગ્યાએ લોકો ભૂખે મરે છે ... કેટલાક ને ગરમી ઠંડી તો કેટલાકને ઠંડી ને ..... કોઈકને રાજનીતિની કોકને પોતાના પાનમસાલાની પડી છે. ને અહિયાં કુતરાને પણ લોકો લઈને ફરવા નીકળે છે ....વાહ ભાઈ વાહ ખરેખર અરજીતસિંહ સારું જ ગીત ગાય છે કે “ રે કબીર માંન જા રે ફકીરા માંન જા ......કેસી તેરી ખુદગરજી .ના ધૂપ ચુને ના છાવ ...કિસી થોર ટીકે નાં પાંવ....” આ બધી બાબતોથી ગીત મેચ પણ થાય છે. ને બાળકનું તો શું કહેવું ... જે બાબત પ્રત્યે આટલા લોકોનું ધ્યાન ના ગયું એ બાજુ આ બાળકનું ધ્યાન ગયું. કોઈક વાર આવી સાચી ઘટનાઓ પણ બનતી હોય છે જે નાની બાબતો પ્રત્યે ધ્યાન જવું જ જોઈએ ...કદાચ મારું ધ્યાન આ બાળકની આંખો પર ના હોત તો ? ઈશ્વર જ જાણે પણ કેટલીક વાર બાળકો એવી બાબતો તરફ ધ્યાન દોરે છે જે પ્રત્યે ધ્યાન જવું જરૂરી છે .....મને આ બાબત પરથી એક આ બાબત જરૂર શીખવા મળી... તમે પણ આ વાંચીને ફાસ્ટ લાઈફમાં એક વૈચારિક બ્રેક જરૂર લેજો મિત્રો... સ્મિત સાથે આ તદ્દન સાચી ઘટના અહિયાં ફેસબુક પર શેર કરું છું.BY SMITH SOLACE


અકસ્માત 

એક વાર એમ થયું કે પર્વત ના ઢળાવ પર એક સાંકડો રસ્તો હતો ત્યાંથી એ રીત નો રસ્તો પડતો હતો કે વાહન ફેરવે તો એ વ્યક્તિ ને બીજી તરફ થી આવી રહેલી ગાડી કે વાહન ની ખબર ના પડે ફક્ત અવાજ સાંભળી ને ખબર પડે કે જી બાજુ થી વાહન આવી રહ્યું છે ઠંડીમાં તો અવાજ પણ ના આવે એવામાં બે વાહનો અથડાયા કોઈ ને પણ વાંક નહોતો પણ સીઝન જ ઠંડી ની હતી ને એમાં વાહન ના ક
ાંચ બંધ હોય તો અવાજ આવે નહિ હવે વાત પણ એવી થઇ કે જેનો અકસ્માત થયો હતો એ બંને કુવારા હતા એક સુંદર છોકરો હતો ને બીજી સરસ કન્યા હતી બને એવા ભટકાયા કે સાથે ના વાહન ની એવી દશા થઇ કે ના પૂછો વાત પણ છોકરો હોશિયાર હતો ધક્કો લગતા જ કુદી પડ્યો ને બચી ગયો બસ આ કન્યાની કારનો થોડોક હિસ્સો બચી ગયો હતો એટલે જેમ સામાન્ય રીતે થાય લોકો ઝગડે પણ આ અહિયાં છોકરી એ વિચારયુ કે ભાઈ રસ્તો ખાલી ને પાછો સામે વાળા નું નુકસાન થયું છે એટલે એ ય ભાઈ ખિજાયો હશે તો સમજદારી થી કામ લેવું એને પેહલા જઈ ને બચેલી કારને જોઈ ને સાથે નો સમાન જોયો આટલા મોટા અકસ્માત માં પણ આ ભાઈ બચી ગયો હતો એટલે એને જઈ ને કહ્યું કે તમે બરાબર છો ને અરે મારું તો નસીબ સારું છે ભગવાન કે હું બચી ગઈ ને મારૂ તમારા કરતા ઓછુ નુકસાન થયું છે વળી મારા ભાઈ ના લગ્ન હતા તો હું સમાન સાથે સારી કક્ષા નો દારૂ ને વાઇન લઈને જતી હતી (મારી વાર્તા વિદેશની છે એટલે બાકી કેહવું જ શું ) હવે અહિયાં આટલી ઠંડીમાં આપણા જીવન બચી ગયા એ જ મોટો ભગવાન નો પાડ છે તો ચાલો થોડું થોડું પી લો એટલે કમ સે કમ તમે ઠંડી થી તો ના મરો હવે આ છોકરી ને આપેલો દારૂ આ ભાઈ પી ગયો ને છોકરી એ ખાલી ખાલી નાટક કર્યું ને દારૂ પીધો નહિ બસ થોડી વાર સુધી એ લોકો બેઠા હતા એટલા માં છોકરો બોલ્યો કે ચાલો અહીથી જઈએ તો છોકરી બોલી અહિયાં આગડ જવાય નહી મારું વાહન રસ્તા પર પડ્યું છે કોઈ બિચારું આવતું ભટકાઈ જાય તો ને હવે તો સાંજ થવા આવી છે એટલે કોઈ આવે તો એની મદદ લઇ ને વાહન ખસેડી લઈએ ને એની સાથે જતા રહીએ થોડી વાર માં વાહન તો આવશે જ...... એમ ને એમ મોડું થયું તો બીજો દારૂ એ છોકરાને પીવડાવી દીધો એટલે થોડી જ વાર માં પોલીસ આવી ને છોકરી બોલી કે પકડી લો આને દારૂ પી ને ગાડી ચલાવે છે આ હરામી ....... ને પોલીસ એ એને પકડી ને ઘાલી દીધો સ્ટેશન માં .....ને છોકરી ને તો ઇન્શ્યોરેન્સ ના પૈસા પણ મળી ગયા કેમ કે મેડીકલ ટેસ્ટ મુજબ આ ભાઈ તો પીધેલો જ હતો ...... ભાઈઓ એટલે કેહવાય કે છોકરી પર વિશ્વાસ ના કરવો આજ કાલ જમાનો જ એવો છે કે છોકરી શું કોઈ ના પર ગાંડો વિશ્વાસ ના કરવો કે એ તૂટે ને દર્દ થાય ........ " ભાઈ વ્યક્તિ નું નામ એમ નથી આપ્યું કે ઉડતી પાઘડી પેહરનારા ને પેહ્રવનારા ઢગલા છે એકાદ ને રોવા નો ને બાકી ના ને હસવાનો, મજાક કરવાનો મોકો હું આપુ છું હસો ને હસાવો સમજો ને મોજ માં જીવો ..... જેવા રહો સ્મિત આપતા રહો ને વાંચતા રહો ....
BY SMITH SOLACE

એક વાર યમરાજને ત્યાં મૃત્યુ પછી એક ખૂની અને એક લેખક પહોંચ્યા

 
09:44
વાંચવાનો શોખ ઘણી વખત કશુંક નવું શોધી જ આપતો હોય છે...
ગઈ કાલે પણ આવુજ કાંઇક બન્યું. એક જૂનું પુસ્તક વાંચતા એક વાર્તા નજરે આવી.
તો થયું કે લાવોને વાંચી કાઢીએ .... વાર્તામાં મને રસ પડ્યો કદાચ તમને પણ પડે મિત્રો ...
એટલે અહીંયા લખું છું.
એક વાર યમરાજને ત્યાં મૃત્યુ પછી એક ખૂની અને એક લેખક પહોંચ્યા. હવે આ બેયનો ચુકાદો યમરાજ એ આપવાનો હતો.
યમરાજાએ આમનો હિસાબ ચેક કર્યો.... ખૂનીને એક મહિના સુધી ચાબુકથી કોરડા મારવાની સજા ફરમાવી ... અને બીજી બાજુ લેખકને સજા ફરમાવી કે જ્યાં સુધી યમરાજનું નવું ફરમાન ના આવે ત્યાં સુધી આ લેખકને ઉંધા લટકાવીને રાખવાને ચાબુકના કોરડા મારવા ..ત્યારબાદ યમરાજનો ચુકાદો આવશે અને ન્યાય કરવામાં આવશે .. બસ આટલું કહીને યમરાજ તો ચાલતા થયા...
હવે ખૂનીને એક મહિનો સજા મળીને એ ફરીથી પાછો પૃથ્વી પર જનમ પામ્યો અને બીજી બાજુ લેખકને હજી સજા ચાલુ હતી...... ઘણા સમય પછી યમરાજ ફરતા ફરતા આ લેખક કે જેને સજા મળી હતી તેની પાસેથી પસાર થતા હશે.... ત્યાં લેખકે બુમ મારીને કહ્યું કે નામદાર મેં તો સાંભળ્યું હતું કે યમરાજ નિયમ અને કાયદાના પાક્કા છે. આપતો ન્યાય માટે પ્રખ્યાત છો તો મારી સાથે આવો અન્યાય કેમ થાય છે. એક ખૂની કે જેને પૈસા માટે ખૂન કર્યું હતું એને ઓછી સજાને મને સજા તો સજા ને હજી બીજી સજા તમે આપવાનું નક્કી કર્યું છે............ અરે ભગવાન મેં તો ઘરની બહાર  પગ પણ નહોતો મુક્યો અને ઘરમાં બેસીને મેં પોતાની યુક્તિથી રચનાઓ લખી હતી મેં પોતાની વાર્તાઓ માટે એક ટાઈપ રાઈટર અને થોડા કાગળ સિવાય કશુય નુકસાન નથી કર્યું .. વ્યક્તિઓ જ્યાં વિચારવાનું માંડી દે એ જગ્યાએથી મેં નવી વાર્તાઓ ને લેખો લખ્યા હતા.. તો આમાં મારું પાપ ક્યાં એટલું મોટું છે.... મેં કયું એવું પાપ કર્યું કે મને આટલી બધી સજા ને આ ખૂનીને ઓછી  સજા.......
યમરાજને પહેલા તો આ મનુષ્ય પર ગુસ્સો આવ્યો પણ ન્યાયપ્રેમી હોવાને લીધે તેમને આ મનુષ્યને પોતાનો ન્યાય સમજાય એ માટે જવાબ આપવાનું ઉચિત લાગ્યું.
યમરાજ એ કીધું કે ભાઈ એ જ તો મોટો ગુનો છે કે તે ઘરમાં શાંતિથી બેસીને એવી બુદ્ધિ ચલાવી કે તારી પુસ્તકો વાંચનારને ગ્લાની, પ્રેમ, ઈર્ષા, દુખ, ચોરીની યુક્તિઓ, ખૂનની યુક્તિઓ, ન્યાયથી બચવાની પ્રવૃત્તિ અને એવી તો અનેક બાબતોનું આરોપણ મળ્યું... જો તારી બુદ્ધિનું યોગ્ય ઉપયોગ કર્યો હોત તો આજે તારી પુસ્તકો વાંચીને આ લોકો પાપમાં ના પડતા... પોતાની આ આગવી બુદ્ધિ અને ગુનાઓ , કે દસ વાર લગ્ન કરવાની વૃત્તિ જેવી તકલીફો સમાજમાં ઘુસી છે કેમકે તારી વાર્તાઓ એ લોકોને દ્રશ્યમાન થાય છે. લોકો પોતાની સારી સમજ છોડીને તારી લખેલી વાર્તાઓમાં જીવે છે. આ બધી બાબતોને લીધે બસ તારી પોતાની આરોપિત દુનિયાના પરિણામે આજે જે માસુમ લોકો પીડાય છે એ માટે તું જ જવાબદાર છે. માટે જેટલા લોકો તારી પુસ્તકો વાંચીને દુખી થાય છે એટલી સજા તારા ભાગ માં આવે છે તો બોલ મારો ન્યાય સાચો છે કે નહિ..... લખવાની સ્વતંત્રતાનો જે સદુપયો કર્યો છે એનાથી તને ખબર પણ નથી કે કેટલા લોકોના જીવન બરબાદ થયા છે.

જો જરીક સરખું તાદર્શ (તાત્વિક સમજદારી ભર્યું ) જ્ઞાન કે બુદ્ધિ વાપરી હોત તો આજે તારી નામ મેળવવાની ઘેલછાએ તને અભિમાન પર ના લઇ જઈને એક સારો ઉન્નત વ્યક્તિ રાખ્યો હોત.....પુસ્તકોમાં કોઈને મારવાની, ક્રોધ વૃત્તિ, અવનવી ચોરીની કે રાજરમતોની વૃત્તિ તે લોકોને જણાવી ને એ બાબતનું ધ્યાન પણ ના રાખ્યું કે આ નરસી બાબતોનું આવનારી પેઢી પર કેવું પ્રતીબિંબ પડશે...અને તું તારા આ કર્મોથી દુખીના થાત .... બસ હવે આ સજા તને આવતા જન્મમાં થનારા સ્વપ્નોમાં આવીને આ બધી ખોટી ટેવથી દૂર રાખશે BY SMITH SOLACE


વંદાના ત્રાસની વાર્તા

 
22:06
થોડા સમય પેહલાની વાત છે, કોઈક જગ્યાએ અમુક કાર્યને લીધે જવાનું થયું. સગા-સબંધીને ત્યાંથી કોઈક પ્રસંગ હતો. નજીકની સુંદર ગાર્ડન હોટલમાં જઈને બધા બેઠા હતા. એવામાં એક અત્યંત હાસ્યસ્પદ ઘટના બની. ક્યાંકથી એક વંદો આવી ચઢ્યો. નજીકમાં એક સારા ઘરની એવી લાગતી બે-ત્રણ સ્ત્રીઓ બેઠી હતી. વંદા ભાઈને તો જાણે હુમલો જ કરવો હતો. વંદો ઉડીને સીધો તે સ્ત્રીઓમાંથી એક પર જઈને બેસી ગયો. અને જાણે અચાનક ભૂકંપ આવ્યો. કોઈ હાથીને કાનમાં ભમરો ઘુસી જાય ને એ ગાંડો થઇ જાય; પણ બસ આનાથી પણ ખરાબ દશા આ સ્ત્રીની થઇ. આ સ્ત્રી જોરજોરથી ગર્જવા ને કુદવા લાગી... આટલા મોટા બુમ બરાડા સુણીને તો કદાચ કુમ્ભકર્ણ પણ જાગી ગયો હોત. એટલે વંદા ભાઈએ કુદકો માર્યો. બાજુમાં બેઠેલી બીજી સ્ત્રી પર જઈને બેઠો..... એ સ્ત્રીની હાલત પહેલી સ્ત્રી જેવીજ થઇ.
આજુ બાજુમાં બેઠેલા બધાનું ધ્યાન આ બાજુ આવ્યું, હોટલના મેનેજર આવેને વેઈટરને શંકામાં કશું કહે એવી બીકથી વેઈટર દોડતો આવ્યો. બિચારો આવીને ઉભોજ રહ્યો હતો. તેજ સમયે વેઈટર કશુંક સમજે કે બોલે એ પેહલાજ અચાનક પેલી બીજી બહેન પર આસન ગ્રહણ કરી ચુકેલો વંદો ઉડ્યો ને વેઈટરના ખભા પર જઈને બેઠો. 

બીજું કોઈક હોત તો કદાચ આ વંદાના દુસાહસથી ડરીને પોપ ડાન્સ કરવા લાગ્યું હોત.
પણ આ સમયે વેઈટર ધર્મ સંકટમાં હતો. એના હાથમાંનો સામાન હતો અને બીજી બાજુ વંદા વડે થતી પજવણી વચ્ચે આ ભાઈ ફસાયો. 
એક સન્યાસી જેવી અદાથી આ ભાઈ સ્થિર ઉભો રહી ગયો. કોઈક અચૂક નિશાનેબાજ ની જેમ પોતાના શર્રીર પર નિશાનો લગાવ્યો. ધ્યાનપૂર્વક સાંજના ઓછા પ્રકાશમાં પોતાના હાથ વડે શર્ટ પર પ્રવાસ કરી રહેલા વંદાને પકડ્યોને હોટલની દુર ફેંકી દિધો.

આ ઘટના પોતાની નજરે જોયા પછી કોફીનો ઘુંટડો ભરતા મનની એન્ટેના આ બાજુ ફરી. આટલો બધો ઝમેલો કદાચ ના થયો હોત જો આ બંનેએ વેઈટરની જેમ પોતાની જાતને સાંભળી હોત.
શું આ ધમાલ પાછળ એકલો આ વંદો જવાબદાર છે? જો એવું હોત તો વેઈટર કેમ શાંત રહીને તમાશાથી બચી ગયો?

હા કદાચ વ્યક્તિએ વ્યક્તિએ માનતા ને અભિપ્રાય બદલાતા હોય છે. પણ એક વાત તો છે કે નાનપણમાં સમજુ બકરીની વાર્તા આ ગૃહિણીઓએ કદાચ જીવનમાં નથી ઉતારી. જે પોતાની રોજગારી એના હાથમાં રહેલા સામાન સાથે બચાવતા (કદાચ અભણ) વેઈટરએ બતાવી. આ જ બાબત પરથી વિચાર આવ્યો કે દરેક વ્યક્તિનાં મગજમાં કોઈક જગ્યાએ નાનકડો બાળક રહેતો હોય છે. કેટલાય લોકોને ગુસ્સામાં કે આવેશમાં માનસિક સમતુલન ખોઈ બેસતા જોશો.
આ ગુસ્સો કે આવેશ વ્યક્તિની બીક, આંતરિક ડર, ઈચ્છાઓ, કાર્ય કે મનસુબો પાર ન પાડવાનો ડર બતાવે છે. આવા વ્યક્તિઓ પોતાની જાતને સંભાળ લેવા સક્ષમ હોતા નથી. અને પોતાના ઈગો કે અભિમાનને હમેશા પ્રથમ મુકે છે. જલ્દી ખોટું લગાડે છે. બીજાની ઈર્ષ્યા કે ચાડી કરવામાં પણ એટલેજ પ્રથમ હોય છે. આવા લોકોનું અંતરમન કેટલું વિચલિત( DISTURB)હોય છે કે તેઓ વધારે લાંબુ કે તલસ્પર્શી વિચારી શકતા જ નથી.

આ બાબતને આપણે એ બાબત સાથે સરખાવી શકીએ કે કોઈક દિવસ માતા પિતા ગુસ્સે થયા હોય. ઓફિસમાં ઉપરી અધિકારી ગુસ્સે થયો હોય. આવા સમયે આંતરિક શાંતિ અત્યંત જરૂરી છે. રસ્તામાં આવતો ટ્રાફિક જામ તમને કદાચ એટલો હેરાન ન કરે પણ મનની અશાંતિ વ્યક્તિના વ્યક્તીત્વને જરૂર ધોઈ નાખે છે. ટ્રાફિક જામ વખતે થતો સામાન્ય ઝગડો કેટલીક વાર વરવું રૂપ ધારણ કરી લે એ આનું આદર્શ ઉદાહરણ છે. આજુ બાજુ બનતી ઘટનાઓ અને તે પ્રત્યે તમારી સભાનતા કેટલીકવાર તમને અલગ સ્થાન અપાવે છે. માટે કોઈ પણ પ્રશ્નો રૂપી અંધકારમાં વ્યક્તિનું સમાયોજન અગત્યની ભૂમિકા ભજવે છે. પણ કેટલાક વ્યક્તિઓ આ બાબતને સમજવા તૈયાર નથી હોતા. નાં એવું નથી કે આવું એકલા તમારી કે મારી સાથે નથી થતું. તમારો કે મારો સેલ્ફ ડીફેન્સ સીસ્ટમ આવી બાબત સ્વીકાર કરતો નથી. પણ જે સમયે સમજી જાય તે જ માંનવી મિત્રો. આવા સમયે કોઈ પણ વ્યક્તિની ભૂલો શોધવાની જગ્યાએ એનો ઉકેલ શું હશે તે વિચારનાર કદાચ ઓછા મળે તો તેમાં નવાઈ નહિ. પણ એ બાબત ખરેખર વિચાર માંગી લે છે કે હું અને તમે એમાંથી કઈ બાજુએ છે? 

છેલ્લી બાબત 

એક વાર એક પ્રોફેસરએ પ્રશ્ન કર્યો પાપ (શેતાન) ક્યાં છે?
એક વિદ્યાર્થી ઉભો થયો ને કહ્યું સાહેબ મારા પ્રશ્નો છે એનો જવાબ આપવામાં આપ મદદ કર્રો તો આ પ્રશ્નનો જવાબ તમને આપોઆપ મળશે.
પ્રોફેસરે હા કીધી, વિદ્યાર્થીએ પૂછ્યું સાહેબ ઠંડક આ પૃથ્વી પર ઉદભવે છે?
પ્રોફેસરે વિચારીને હા કીધી...... વિદ્યાર્થી બોલ્યો ના સાહેબ આ તો ગરમીનો અભાવ છે જેને કારણે ઠંડી ઉદભવે છે.
અંધકાર પણ પ્રકાશ ન હોવાની સ્થિતિ ને લીધે જ હોય છે. માટે જ પાપ ઉદભવતો નથી આ બસ વિશ્વાસ પ્રેમ અને ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ છે.
આ વિદ્યાર્થી બીજા કોઈ નહિ પણ સી.વી રામન હતા.

વધારે હું એ બાબત ઉમેરવા માંગું છું કે કોઈ સંત નથી હોતું પણ તમે સારા વિચારોનું અદાન પ્રદાનના કરી શકો એ ખોટી બાબત છે. માટે સ્મિત સાથે મારા બ્લોગ પર સ્વયં ઘટના લખી રહ્યો છું તમે પણ આ રીતે મારા સાથે કોઈક સારા મંતવ્યો આપો એવી આશા સાથે આ પોસ્ટ મૂકી રહ્યો છું.

BY SMITH SOLACE


એક ગામ માં એક સારું એવું કુટુંબ રેહતું હતું

 
22:24

થોડા જુના સમય ની વાત છે એક ગામ માં એક સારું એવું કુટુંબ રેહતું હતું તેમનાં કુટુંબ માંથી એક દીકરા ને વિદેશમાં રેહવા ને ભણવા મોકલ્યો થયું એવું કે આ ભાઈ જયારે જુવાન થઇ ને પાછો આવ્યો ત્યારે સમય બદલાઈ ગયો હતો ને તેના કુટુંબ માં એક માં સિવાય કોઈ હતું નહિ હવે એવા માં આપને કહીએ કે આ ભાઈ વિમાન માં બેસી ને પાછો દેશ આવ્યો હવે એવું હતું કે જ્યાં વિદેશ માં આ ભાઈ રેહતો હતો તે સારું શહેર હતું ને અહિયાં દેશ માં તો આ ભાઈ ને ગામડે રેહવાનું એટલે થયું એવું કે વિમાન માં લાંબી મુસાફરી કરી ને આવ્યા બાદ જેમ બધાને થાય છે તેમ આ ભાઈ ને યાત્રા દુષ્પ્રભાવ ને લીધે બીમારી થઇ ને બિચારો તાવ માં સપડાયો હવે ગામડા માં રેહવાનું હતું ને ગામ એટલું પછાત હતું કે કોઈ પણ અંગ્રેજી જાણે જ નહિ તમને નવી લાગશે પણ થોડા  સમય પેહલાની આ વાત છે ગામડા માં ફક્ત પત્ર વ્યવહાર કરનાર ટપાલી સિવાય કોઈ પણ અંગ્રેજી જાણે નહિ ને એમ જ આ ગામડું હતું. આ ભાઈ ને બહુ તાવ આવ્યો એટલો તાવ આવ્યો કે બિચારો બડબડાટ કરતા કરતા મૃત્યુ પામ્યો........ બિચારી એની માં રડતી રહી ને જયારે લોકો આવ્યા ત્યારે એને પોતાની દિલ ની વ્યથા બતાવતા કહ્યું કે "આ ને મેં બહુ કીધું તું કે વિદેશના જા ને તોય ગયો" રાત્રે તાવ માં બડબડાટ કરતો હતો ને વિદેશ નું ભૂત આવ્યું હોય એમ વાતર વાતર (વોટર વોટર ) કરતો હતો ને મેં કીધું ખમ્મા બેટા ખમ્મા હ...... બધું સારું થઇ જશે પછી આપને વાતર ને વાત કરીશું હં મને ખબર છે તારે બહુ બધી વાત કરવી છે ને મિત્રો ખબર છે આ ભાઈ જે બીમાર હતો એ ( water, water )એટલે કે પાણી પાણી એવી બોલતો હતો પણ આ બહેન બિચારા સમજી શકે એવું હતું જ નહિ કેમ કે ગામ માં એમ એ વખતે કોઈ ભણેલું ન હતું તો આમ ને આમ જ બીચારા ભાઈ નો જીવ ગયો.

 મિત્રો આજ કાલ એવું જ છે તમે આજુ બાજુ જુઓ ફેસબુક નો ઉપયોગ કરનારા ને તેને સમાજનારા લોકો કેટલા છે આજુબાજુ તમે નજર કરો તો ખબર પડશે કે કેટલા લોકો ના બાળકો એક થી એક નવી વસ્તુઓ વાપરતા હોય છે પણ માં બાપ ને તેનું જ્ઞાન હોતું નથી કે તમે જોઈ શકો કે આસપાસ માં તમારી ઓફીસ માં સાથે રેહનારા પણ અમુક એવા મળશે જેમને કોઈ ટેકનીકલ સમજણ હોતી નથી. આમ આ દુનિયા માં આવું પણ થાય છે મિત્રો આ ઉપર બતાવેલો ઉદાહરણ બસ એમના માટે છે જે નવા સમય સાથે બદલાતા નથી ચોક્કસ તમારી સાથે પણ આવા લોકો હોઈ શકે છે બસ એક વાત ધ્યાન રાખવી કે જેમ વિચારશીલ ને સમાજદાર લોકો એ કીધું છે તેમ હંમેશા " નાદાન ની દોસ્તી માં જાન નો ખતરો હોય છે "  ને જો તમે સમજદાર હો તો જેમ એક માસુમ બાળક ભરેલી બંદુક સાથે રમતું હોય તેવી સ્થિતિ તમે સમજી શકો છો. મારો આશય એમ નથી કે આ બધી બાબત થી બી જવું ને ગભરાવું પણ આવી પરિસ્થિતિ સામે સજાગ બનવું એમ છે. માટે જ બસ સ્મિત વેરતા રહો ને મને યાદ કરતા રહો મિત્રો.


એક આધુનિક સંત સવાર માં મુલાકાત ના સમયે

 
12:49

મસ્ત સુહામની સવાર હતી એક આધુનિક સંત સવાર માં મુલાકાત ના સમયે બેઠા હતા બસ જેમ રોજ થાય છે લોકો ઘણા બધ મળવા આવી રહ્યા હતા ને એમાં ઘણા યુવાનો અને યુવતીઓ હતી બસ આમ જ ચાલતા દિવસ મુજબની એટલે કે રાબેતા મુજબ ની સવાર હતી ને તે સમયે ત્યાં એક રંગીન અને વધારે રંગ વાળા કપડા પેહરેલો છોકરો ત્યાં આવ્યો આ પણ એક વિચિત્ર લાગતું પ્રાણી હતું સંત આની સાથે મસલત કરવા લાગ્યા પૂછ્યું બાળક તારું શુભ નામ શું છે? બીજો પ્રશ્ન હતો બેટા તમારો પ્રશ્ન પૂછો ...... હવે આ બાળક એટલે કે આ રંગીન મિજાજ વાળો યુવાન કો
 ઈક સુંદર છોકરી ને જોતો ઉભો હતો ને અચાનક તે આવી ચડ્યો હતો એટલે એને પોતાનો સામાન્ય પ્રશ્ન પૂછ્યો " મને ક્યાંય શાંતિ મળતી નથી હું શું કરું " " મારી પાસે અમુક એવા પ્રશ્નો છે જેનો જવાબ મળતો નથી ?"

મહંત શાંત થી ગયા ને વિચારી ને કીધું "બાળક શાંતિ એ એક અવસ્થા છે જે દરેક ને જુદી જુદી રીતે અનુભવાય છે ઉદાહરણ તરીકે જો તે કદાચ રેલગાડી ની નજીક ના મજુર ને જોયા હોય તો તેઓ ત્યાંજ ઊંઘે છે ને ત્યાં જ જીવે છે એ તમારી કે મારી જેમ પ્રશ્નો લઈને કોઈની પાસે જતા નથી પણ તો પણ જોયું છે તે કેવી રીતે ઊંઘે છે...... જો દોસ્ત ગમે તેવી દોડ લાગે........ કે ગાડી ની વ્હીસલ સંભળાય....... પણ તેઓ પોતાની ઊંઘ માંથી ખસતા નથી કે તેમને અચાનક ઝબકી ને ઉઠવાની જરૂર પડતી નથી............ બસ શાંતિ એ એવી અવસ્થા છે જે અનુભવી શકાય છે ........તમારા પોતાના મુખ ધ્વારા તમે કેહતા રહો કે મારા જીવ ને ક્યાય શાંતિ નથી તો બસ જીવન બદલાઈ જાય છે તમે પોતે પોતાને પ્રોગ્રામ કરો છો કે બેચેન રહેવું ને બીજાને શાંતિ નથી કે જે સંસ્થા માં તમેં કામ કરો છો તે સારી નથી કે પછી કેમ મારી સાથે જ આવું થાય છે કે તમે બીજાને પણ એવું લગાડો છો કે બસ આપના દેશ માં પણ આવું જ ખરાબ ગંદગી કે ગુંડાગીરી છે

રોજ બરોજ ના જીવન માં આવી ઘણી વાતો હોય છે જે બહુ બધા પ્રશ્નો ને મુસીબતો ઉભી કરે છે ને દોસ્ત તને ખબર છે લોકો એમ કહે છે કે મને તો ઓલી બાબત પર ગુસ્સો આવે છે કે આને તો હું એવો પાઠ ભણાવીશ ને કે યાદ કરશે પણ તને ખબર છે ગુસ્સો એ તમારા માં છુપાયેલા ડરની નિશાની છે કોઈક ને સમાજ નો, કોઈક ને પોતે મુર્ખ લાગશે તેનો કોઈક ને સમય પર કામ પૂરું નહિ થાય એનો ને કોઈને પોતાની ભૂલો ખુલી પડી જશે કે પોતે આવડત વગરના છે એનો કે અન્ય વ્યક્તિ વધારે સકસેસ સાથે વધે છે એનો ડર લાગે છે કોઈક પોતે એકલા રહી જશે ને દુનિયા આગળ નીકળી જશે કે પછી જાત જાત નો ડર લાગે છે જે વ્યક્તિ પોતાના ક્રોધ માં વ્યક્ત કરે છે ટૂંકમાં ક્રોધ પણ તમારી એક કે બીજા પાસા ની નબળાઈ જ છે માટે એને જીતવું ને પોતાની આસ પાસ ની દરેક ઘટનામાંથી સારી બાબતો શીખી ને આગળ વધવું એ જ એક શાંત માનસ ધરાવતા વ્યક્તિ ની નિશાની છે .... હું કહું તો આટલી જીજ્ઞાશા લઈને જયારે તું આવ્યો ત્યારે તને લાગનાર મીઠો ભય પણ જીવન માં વ્યક્તિ શાંત ન હોય તો સમજવામાં અઘરો છે ....

આ યુવાન કોઈ પણ વિચાર વગર આવ્યો હતો પણ જયારે તે પાછો ગયો તો તેનું જીવન બદલાઈ ગયું હતું બસ આ પ્રસંગ મને મારા ગુરુ એ જણાવ્યો ને હું પોતાના બ્લોગ માં ઉમેરું છું કે ભાઈ જીવન માં જો તમને કોક દિવસ મોડે સુધી કામ કરવા નું થાય કે વિકટ પરિસ્થિતિ માં પડો ત્યારે આ બાબતો યાદ કરવી ને બસ મારો બ્લોગ વાંચી ને સ્મિત તો ચોક્કસ આવી જ જશે એમ હું પોસીટીવ રીતે માનું છું
 

એક સુંદર ને ઘણો બુદ્ધિશાળી રાજકુમાર હતો

 
12:44
કદાચ વાર્તા નાંનપણ માં સાંભળી હશે તો પણ વાર્તા સંભાળવાની ને વાંચવાની મજા આલગ જ છે મિત્રો.

એક દેશ માં એક સુંદર ને ઘણો બુદ્ધિશાળી રાજકુમાર હતો તેની ખ્યાતી દુર દુર સુધી હતી તે હમેશા પોતાની બુદ્ધિને અન્ય કળા બતાવીને લોકોને મંત્ર મુગ્ધ કરી દેતો હવે થયું એવું કે રાજકુમાર એ નવી વિદ્યા શીખી ને એ તેમાં નિપૂર્ણ થઇ ગયો આ વિદ્યા હતી માટીના પુતળા બનાવવાની વિદ્યા... જેમાં તે એટલી સારી રીતે નિપૂર્ણ થયો કે બસ આબ
ેહુબ તે જીવતી જોત વ્યક્તિ જેવી જ પુતળા ની મૂર્તિ બનાવી આપતો કે વ્યક્તિ ઓળખી પણ ન શકે કે આ મૂર્તિ છે કે પછી માનવી જે વિવિધ મુદ્રા માં ઉભેલો છે બસ આમ ને આમ ચાલતું હતું ત્યાં અચાનક એક દિવસ એવું થયું કે રાત ના સમયે તેના મહેલ ના કક્ષ નજીક તેને આવાજ સંભળાયો આવાજ આમ હતો “ બે વ્યક્તિ ઓ વાત કરી રહ્યા હતા કે ભાઈ કેટલો સોહામણો રાજકુમાર છે બસ આજ થી ત્રણ દિવસ પછી એને ઉપર લઇ લેવા માં આવશે (એટલે કે એનું મૃત્યુ થશે ) ને બધું સમાપ્ત થઇ જશે હવે રાજકુમાર ને આવાજ સંભળાતા તે જોવા લાગ્યો એને ખ્યાલ આવ્યો કે આ તો યમદૂત છે તે વિમાસણ માં પડી ગયો તેને ઊંઘ નાં આવી બસ ઘણો વિચાર કરયા પછી એને યુક્તિ સુઝી એને પોતાની આબેહુબ ૧૦૦ મૂર્તિઓ બનાવી ને ત્રીજા દિવસે બસ એમની વચ્ચે જઈને ઉભો રહી ગયો ...... થોડા સમય પછી યમદૂત આવ્યા એ મૂંઝાઈ ગયા બધી જ મૂર્તિઓ એક જેવી લાગતી હતી કયો સાચો રાજકુમાર ને કઈ મૂર્તિ એ ખબર ના પડે એટલે કરવું શું? ત્યાં એકાએક યમદૂત ને વિચાર આવ્યો ને તેને બીજા યમદૂત ને કીધું અરે મિત્ર આ બધી મૂર્તિ આ રાજકુમારે બનાવી છે સારી પણ એક ખામી રહી ગઈ છે .... ખરે ખર આ મૂર્તિ બનાવનાર એક બહુ ........( થોડું રોકાઈ ને ) એટલે રાજકુમાર થી ના રેહવાયુ એને કીધું શું .... શું ખામી છે આમાં ...?
યમદૂત એ હાસ્ય વેરતા કહ્યું “ આ મૂર્તિ માં તારું અભિમાન ઉતરી ગયું છે આ જ ખામી છે “ ટૂંક માં જો રાજકુમાર જાતે બહાર ના આવત તો એ સમય વિતતા બચી ગયો હોત પણ એવું શક્ય ન બન્યું કેમકે પોતાના અભિમાન ને કારણે તે છેલ્લે પકડાઈ ગયો ને તેનું મૃત્યુ થયું ....


એક નગર શેઠ રેહતો હતો

 
12:41
સ્મિથના બ્લોગ માંથી એક નવી વાર્તા 

જેમ પેહલા વાર્તા મા કીધું તેમ આ બસ વાર્તા છે ને કોઈ પણ વ્યક્તિ કે પ્રેદેશ કે સંસ્થા ને લગતી નથી જેથી કોઈ ને એવું લાગે તો એના (વ્યક્તિ કે સંસ્થા ના ) એ ભોળપણ માટે હું દિલગીર છું .

હવે આ વાર્તા જે હું રજુ કરી રહ્યો છું તે મેં કોઈક પ્રસંગે વ્યક્તવ્ય માં સાંભળેલી છે મને લાગ્યું કે કદાચ તમે પણ સાંભળી હોય કે પછી નહિ તો એક વાર વાંચવાલાયક ખરી .....

એક જુના નગર માં એક 
નગર શેઠ રેહતો હતો એની પાસે સારું એવું ધન હતું અને આ શેઠ ને મોંઘી ને સુંદર વસ્તુ નો ઘણો શોખ હતો તે હમેશા નવી નવી ને બેનમુન વસ્તુ નો સંગ્રહ કરતો ને આમ ને આમ તેની પાસે ઘણી બધી વસ્તુ નો સંગ્રહ થઇ ગયો તેમાં પણ એની પાસે ની વસ્તુઓં માંથી સાત ફૂલદાની એની સર્વે શ્રેષ્ઠ પસંદ હતી તે આ ફૂલદાની ને પોતાના જીવની જેમ સાચવતો ને બહુ સારી રીતે વ્યવસ્થિત રાખતો પણ હવે આ નગર શેઠ હતો એટલે કામ પણ ઘણું બધું રેહતું તેથી આ ફૂલદાની ને સાચવવા માટે તેને નગર માં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ આ નગર શેઠ ને ત્યાં જઈ ને સાફસફાઈ કરશે તેને સારી માતબર રકમ એના સેવાકાર્ય ના મહેનતાણા પેટે મળશે. પણ બીજી પણ એક શરત હતી તે જયારે વ્યક્તિ જોડાય ત્યારે તેને જણાવવા માં આવતી. હવે ઘણા બધા આવ્યા ને એમાંથી લાગતા વળગતા સારા વ્યક્તિ ને આ શેઠે કામે રાખ્યો .. શરતો બતાવવામાં આવી કે ભાઈ જો આ શેઠ નો વસ્તુ ઓ નો ખંડ છે જેમાં બધી વસ્તુ ને ચોક્કસ રીતે સાફ કરવી ને બહુ જ ધ્યાન પૂર્વક રાખવી. જો એક પણ વસ્તુ ને નુકસાન થાય તો તારે જીવ આપવો પડે એવી શરત છે મંજુર છે ....હવે લાલચ એવી હતી ને આ વ્યક્તિ ગરીબ હતો. એટલે વ્યક્તિ કામ કરવા લાગ્યો જેમ શરુ શરુ માં થાય છે તેમ આ બહુ ચીવટ થી વ્યવસ્થિત રીતે કામ કરતો બસ એક વાર કોઈક જોવા આવ્યું પણ કશું નવું ના બન્યું એટલે આ ભાઈ ને તો જલસા પડી ગયા કેમ કે કોઈ જોવા આવતું નહિ ને બસ એમ જ ઘટના ક્રમ ચાલતો ......ધીમે ધીમે આ ભાઈ નું મન કામમાં લાગતું નહિ કેમ કે કોઈ જોતું ન હતું પછી શું ... એક બાજુ પૈસા વધારે ને કામ ઓંછું ને જોનાર તો કોઈ નહિ એટલે એ બે દિવસે વસ્તુઓ સાફ કરતો .. પછી વધારે પૈસા વધી પડ્યા એટલે નશા ની લત લાગી પછી તો કેહવું જ શું બસ કામ પર આવે ને ઊંઘી જાય .......

એક દિવસ થયું એવું કે આ ભાઈ રોજ ની જેમ નશો કરી ને કામ પર આવ્યો ને બસ થયું કે યાર બહુ દિવસ થી સાફ સફાઈ નથી કરી લે ને થોડું કપડું મારી દેવા દે.......... હવે આ ને હોશ તો હતા નહી ને ભાઈ લાગ્યો સાફ કરવા એ થયું એવું કે નસીબ ખરાબ ને ભૂલ થી એક ફૂલદાની ને સફાઈ ના કપડા નું સહેજ ધક્કો વાગ્યો ને એ પડી ગયી ...એ સાથે જ આ ને શરત યાદ આવી ને આનો નશો ઉતરી ગયો પણ એને થયું કે આવી બીજી લાવી ને ચુપ ચાપ મૂકી દિયે ક્યાં ખબર પડશે હવે આ જે વસ્તુ હતી તે ફૂલદાની ચીન ના કોઈ ચોક્કસ કારીગરે બનાવી હતી ને એના જેવી બીજી એક પણ ના હતી એટલે આ દુખીયારો આવ્યો ને પોતાના નસીબ ને રોવા લાગ્યો આ બાજુ એવું થયુ કે આ પ્રાંત નો રાજા આ શેઠ ના ઘરે મેહમાન બની ને આવવા નો હતો તેથી શેઠ મુલાકાત લેવા આવ્યા ને જોયું કે આ શું બધું ગંદુ ને પાછુ એમાં પણ આ ભાઈ દારૂ એટલે કે મદિરાપાન કરી ને પડેલો...... બસ નક્કી થઇ ગયું કે ભાઈ આને ફાંસી એ ચડાવો ....હવે ફાંસી નો દિવસ હતો આ ભાઈ ને ફાંસી ની તૈયારી હતી ..રીવાજ મુજબ અને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી આને કહ્યું નામદાર મને નાનપણ થી લાઠી ના કરતબ કરવાનો શોખ છે જો તમે કહો તો મારી ઈચ્છા પૂરી કરી લઉં .. આ બાજુ શેઠ ને થયું કે લાઠી મારી ને ભાગી તો ના જાય કારણ કે સેવકો બહુ
બધા છે ને બીજી બાજુ હવે બિચારા ની છેલ્લી ઈચ્છા છે તો એ બાકી રાખી ને કોઈ ફાયદો નથી ... એટલે આને લાઠી આપવા માં આવી આને લાઠી વિન્ઝ્વાની શરુ કરી ને કરતબ કરતા કરતા ભાઈએ મુકેલી જેટલી વસ્તુઓ હતી તે ફૂલદાની સાથે તોડી નાખી કોઈ એને પકડે એ પેહલા બધી ફૂલદાની ઓ ને અન્ય વસ્તુ આ ભાઈ તોડી ચુક્યો હતો

શેઠ અત્યત ગુસ્સે થયા એને કીધું કે આવું કેમ કર્યું મુર્ખ તને ખબર છે એ કેટલી મોંઘી હતી .... આ ભાઈ એ જવાબ આપ્યો સાહેબ જેટલી મોઘી એ હતી એટલી જ એ મનહુસ હતી કદાચ મારા બાદ પણ તમે અન્ય વ્યક્તિ ને રાખતા તે કદાચ મારી જેમ ભૂલ કરતો ને તમે એને પણ આ માટી ની ને પત્થર ની બનેલી ફૂલદાની ને વસ્તુ માટે મારી નાખતા તેથી કદાચ અન્ય વ્યક્તિ નું જીવન બચાવી ને મેં કદાચ પ્રાય્શ્રીત કર્યું છે જેથી કમ સે કમ હું મારું જીવનનથી બચાવી શક્યો પણ અન્ય નું જીવન બચાવીશ જે મારી જેમ ગરીબ થઇ ને લાલચ માં ના ફસાય ને આવું કશું અઘટિત ના બને શેઠ ..... આ વાત આવનાર રાજા સુધી ગઈ ને રાજા પોતે આ વ્યક્તિને મળવા આવ્યો એને આ વ્યક્તિ ને ભાઈ ને પોતાની ભૂલ મેહનત કરી ને સુધારવા ને ફરીથી સારું જીવન જીવવા માટે કહ્યું ને એને સજા થી દુર કરયો.

અહિયાં પ્રશ્ન એ થાય છે કે શું આપને જીવન માં એવા ઘણા લોકો મળ્યા હશે જે બસ આવી કીમતી વસ્તુ ની કે પૈસા ની સંગ્રહ ખોરી જે કરતા હોય છે પછી એવું થાય કે પૈસા ની એમને એટલી બધી સંખ્યા ના ભારોત્રી થઇ જાય કે બસ પૈસા નું મૂલ્ય ના રહે પણ એ બીજા ને એક પૈસો પણ નાં આપે ...આવા લોકો ને બસ પૈસો જ પરમેશ્વર હોય છે પછી એમની સામે તમે કદાચ કોઈ વ્યક્તિ ના જીવ ને મુકો તોપણ એમેને એની કદર નથી હોતી પણ જેમ કુદરત નો નિયમ છે તેમ છેલ્લે એવા વ્યક્તિ ના મૃત્યુ બાદ એ વસ્તુ ઓ કે પૈસો બસ બીજા પાસે જતા રહે છે ને જેને કદાચ ખ્યાલ પણ આ હોય કે જે પૈસા નો વ્યય થઇ રહ્યો છે તે પૈસા માટે કેટલા લોકો એ જીવ ખોયો છે કેટલા ને તડફડાટ થયો છે તે વ્યક્તિ આરામ થી તે પૈસા નો વ્યય કરતી રહે છે ... ટૂંક માં કહું તો " જે રાજકારણી ઓ પાસે પોતાની આવક સિવાય એટલે કે સરકાર ધ્વારા મળતા વેતન સિવાય કોઈ આવક ના હોય તે રાતો રાત મતદાન પત્યા બાદ કરોડોના માલિક બની જાય છે પછી એમના સગા વહાલા ને ઘર ના છોકરા નું તો પૂછવું જ શું ? "વગર મેહનતે પરીક્ષા માં ચોરી કરી ને પાસ .... પછી બાપની લાલ લાઈટ વારી ગાડી ને કોઈક પોલીસ ઓફીસેર ના છોકરા જેવી દાદાગીરી ને છેલ્લે સત્તા પરથી ઉતર્યા બાદ..... મારામારી માં એક નું મોત થાય છે આ છે ઘટના કર્મ જે સતત ચાલતો રહે છે વાચક મિત્રો બસ ફેર એટલો છે કે ઈતિહાસ ને કોઈ પ્રાધાન્ય નથી આપતું પેહલા પણ આવી ઘટનાઓ બની હતી, આજે પણ બને છે કારણ બહુ સામાન્ય છે જોઇને, સમજીને લાલચ માં કે પછી મજબૂરી માં લોકો બસ ઘટના કર્મ જોયા કરે છે અથવા તો લોકો માં આત્મા રહી નથી કે સ્વમાન રહ્યું નથી કે જો કોઈ ખોટું કરે તો રોકવું કે પછી બસ લાચાર બની રેહવું જેવું ભૂતકાળ માં ગુલામી માં થયું હતું જો જનતા હજી નહિ જાગે ને વોટ આપવા નહિ જાય તો ઉપર બતાવેલી ઘટના જેવી બીજી ઘટના અલગ રીતે ફરીથી થાયતો નવાઈ નહિ

કદાચ મારી ગુજરાતી વાર્તા મુકવાની શૈલી તમને અજુગતી લાગે પણ મને લાગે છે કે ફેસબુક નો ઉપયોગ પોતાની લખવાની હોબી પૂરી કરવા પુરતો છે મિત્ર........ આપનો મિત્ર સ્મિથ :)

એક સંસ્થા માં માર્કેટિંગ માટે

 
12:35
વાર્તા ની શરૂઆત માં જ હું તમને જાણવું છું કે આ બસ મિત્રો સાથે સારી વાતો વહેચવા છે માટે બસ સ્મિત વેરો ને યાદ કરતા રહો ...

જરી પુરાણી અને અજબ વાત છે એક સંસ્થા માં માર્કેટિંગ માટે એટલે કે ચોક્કસ રાતના સમયે શહેરમાં થાંભલા અને દીવાલ પર અલગ અલગ માર્કેટિંગ ને લગતા ચોપાનીયા ને ભીતપત્રો લગાવવા હવે આ લોકો ને નવા છોકરા ની જરૂર હતી જે આ કામ સારી રીતે કરી શકે તેમને જાહેરાત આપી ને માણસો મુક્યા થયું એવું કે અમુ
ક લોકો ને બસ પૈસા ની જરૂર હોય છે એટલે કામ ના કરે પણ બસ વેઠ ઉતારે ...... એમ પણ વ્યકિત નું મન ચંચળ હોય છે અમુક નું વધારે તો અમુક નું ઓછું અમુક બસ મોઢા બનાવી ને બેસી રહે ને અમુક ને કહીએ કે " મન મેં લડ્ડુ ફૂટા " જેવું થાય અહિયાં એવું થયું કે માર્કેટિંગ માટે છોકરા નો નક્કી થઇ ગયા, કામ એવું હતું કે બસ ફોટા કે બેનર લગાવવાના છે પછી ગુંદર ને ફેવિકોલ હોય ને મોટા મોટા ફોટા હોય જે સારા એવા પ્રમાણમાં બંડલ માં હોય બધા લોકો રાત્રે જાય ને લગાવી આવે એટલે જ્યાં સુધી કામ પૂરું ના થાય ને અમુક પ્રમાણ માં ફોટા કે બેનર નો સ્ટોક ખાલી ના થાય આ લોકો એ કામ કરવું પડે એટલે અમુક ને બીચારા ને ઊંઘ આવતી હોય ને કામ કરવાનું થાય એટલે ભાઈ મઝા ત્યાં આવે કે આ લોકો તે ચોપાનીયા જે જગ્યા મલે ત્યાં નાખી દે પછી એ કોઈ ના એર કન્ડીશનર હોય કે કોઈક ખાલી ઘરનો ખાંચો કે પછી બીજું .....જેમ કે ગટર ખુલ્લી ને ખાલી નવી બનતી ગટર ...... બસ આ લોકો નું કામ બની ગયું ...... થયું એવું કે એક દિવસ સંસ્થા ના માલિક ને ફોન આવ્યો ......
માલિક : હલો, જી કોણ ?
સામે નો વ્યકતી : ઈ કોણ બોલે સે .... આઈ થી મુલજી (ખોટું નામ છે ) ભાઈ બોલતો
માલિક : હા ભાઈ બોલો શું કામ હતું
સામે નો વ્યક્તિ : સાબ હું ફાલાણી જગા નો સુધરાઈ ખાતા નો સુ તે તમે જ "અબક " ના માલિક છો
માલિક : હા નામ તો મારી જ સંસ્થા નું છે બોલો
ગટર વિભાગ : ભાઈ તમે આ બધા પ્લાસ્ટિક ને કાગળ ગટરમાં કેમ નાખો છો જાહેરાત માટે બીજી જગ્યા ના મળી
માલિક : અચંબા માં, શું શું થયું છે વિસ્તાર થી કહો
અરે તે કે તમારા માણસો એ ગટર માં જાહેરાત ના ચાર મોટા મોટા બંડલ ઉતારી દીધા સે તે ઈમાં અમારી ત્રણ મશીન બંધ થઇ ગયી સે
આવીને દંડ ભરી દિયો .....

માલિક : શું વાત કરો છો કોને કર્યું આવું
સામે તો ભાઈ : અરે ઈ તો આ મશીન ના ચાલી ( બિચારા એ ત્રણ મશીન બદલી )પણ તે આખરે માંનસ ને ગટર માં ઉતારવો પડ્યો બિચારા ને ઈની તો તબિયત બી ખરાબ થઇ ગયી સે ( પછી તોછડાઈ થી ) તે અલ્યા હરામી આવી જા જલ્દી ઇયા તે આયી ને જોઈ લે. તારે લીધે એ મરવા પડ્યો છે...
માલિક ચિંતા માં : ક્યાં આવવાનું છે ...
સામે નો વ્યક્તિ : જો ઓલો મરી ગયો તો જેલ માં ને નહીતો આહિયા જોવા માટે .....આય અહિયાં ને તારી હિરોઈન વાળો ફોટો જોઈ લ્યે એમ ના એમ છે ગટર નાં પાણી થી પણ કોઈ ફેર ની પડ્યો ....

ટૂંક માં જે છોકરા ઓ પોતાની મહેનત બચાવવા માંગતા હતા એમને ખોટી રીતે ગટર માં સાથે નાં લોકો ની નજર ચૂકવી ને બધા કાગળ ગટર માં આખા દોરી સાથે ઉતારી દીધા હતા ને જલ્દી માં દોરી ના ખોલવા ને કારણે આ કાગળ ગટર માં આવરોધ ઉત્પન્ન કરી રહ્યા હતા ને બીજી બાજુ એક સામાન્ય મજુર કે સુધરાઈ કર્મચારી એનો બદલો પોતાના જીવન થી આપી રહ્યો હતો આ કચરો સાફ કરતા તેને ગટરમાં થતા ગેસ ને લીધે મૃત્યુ થઇ શકે તેમ હતું ... જીવન માં આવી પણ બ્લેક કોમેડી જોવા મળે છે મારા મિત્રો ... કદાચ આપને જાણીએ કે ને જાણીએ તો પણ ઘણી વાર આપને આજુ બાજુ બનતી ઘટના ઓં માટે પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતે જવાબદાર તો છીએ જ કેમ કે જેમને આપ વોટ આપો છો તેમને એની પડી નથી પછી આ લોકો દેશ કે રાજ્ય ની અધોગતિ કરી ને લોકો ને બેરોજગાર કરે છે અથવા આપના કે મારા ટેક્સ ના પૈસાનું દુરપયોગ કરે છે
આનાં થી જે લોકો ને પોષણ કે શિક્ષણ કે હોસ્પિટલ ની સેવાઓ મળવી જોઈએ તે મળતી નથી છેલ્લે તે ભણેલા છોકરાઓ કમને આવું જ કામ કરવાના છે કેમ કે જબરજાસ્તી કે મજબૂરી થી બસ વેઠ જ ઉતરે છે કામ તો થઇ જ રહ્યું ભાઈ લોકો ... એટલે જ આપને સાચા ને ચોક્કસ ઉમેદવાર ને વોટ આપવો જ જોઈએ મારે શું કે પછી એમ કહીએ કે બધા જ ગુંડા છે તો પણ સારો વિકલ્પ તમે જાતે શોધી શકો એ તમને ઈશ્વર એ બુદ્ધિ આપી છે તો આપનો સમજદાર વર્ગ આ માટે જાગૃત કેમ નથી પછી લોકો આવા લેખ વાંચી ને એ શોધવા કે આક્ષેપ કરવા પ્રયત્ન કરે કે ક્યાં આવું થયું કે હસી ને કે કે જોરદાર વારતા લખી એ જરુરી નથી પણ કેટલી વાત મો અર્થ તમે સમજ્યા એ જરુરી છે.... માટે દોસ્તો તમે વોટ કરવા જરૂર જજો નહી તો જેમ પ્લેટો એ કીધું છે " જે પોલીટીક્સ માં નથી ઉતરતું એને એના થી ઉતરતી કકશા ના વ્યક્તિ ની વાત માની ને ચાલવું પડે છે આજ ની આપણ લોકો ની સ્થિતિ આવી જ છે જેને કશું ખબર નથી તે નેતા છે ને દેશનું બજેટ આવા લોકો જ આપે છે .........

વાર્તા ના પાત્રો કાલ્પનિક છે સંસ્થા પણ કાલ્પનિક છે જો કોઈ પણ રીતે તમે એને સરખાવો ને વિચાર કરો તો એના માટે હું દિલગીર છું કેમ કે આવી કોઈ સંસ્થા કે વ્યક્તિ નથી



વાંદરો વાંદરો બહુ થયું ચાલો વાંદરા ઉપર જ વાર્તા

 
12:30

ભાઈ આજ કાલ એવું લાગે છે કે વાંદરો વાંદરો બહુ થયું ચાલો વાંદરા ઉપર જ વાર્તા લખાય.

એક વાર એવું થયું કે એક ક્લરીયા ને સુઝ્યું કે કશુક નવું કરીએ હવે આ નબીરો ઊંચા ઘર નો હતો તે ભાઈ બીજુ કેહવું જ શું પણ એવા સંસ્કાર નહોતા ..... બધા કુતરો, બિલાડો પાળે આ ભાઈ એ વાંદરું પાળ્યું અને પછી દોરી વડે બાંધી ને સાથે લઈને ફરે ... રોલો મારવા માટે એક દિવસ આ ભાઈ એક પ્રખ્યાત હોટલ માં વાંદરા સાથે ઘુસી ગયો ને સ્વીમીંગ પુલ ની નજીક જ ખાવા પીવા ની ડેસ્ક હતી ત્યાં જઈને જ્યુસ માંગ્યું હવે જેમ ઘણા લોકો જનાવ
 ર તો રાખે પણ બિચારાને ચારો ના નાખે તેમ આ ગાંડો વાંદરું તો રાખે પણ એને કશું આપે નહિ એટલે વાંદરો બિચારો કુદકા મારી ને આમ તેમ ઝાડ ના પત્તા કે રઝળતી વસ્તુકે આમતેમ જે મળે તે આરોગી જતો હવે બન્યું એવું કે વાંદરો લગભગ બે કે ત્રણ દિવસ થી ભૂખ્યો હતો આમ તેમ કુદકા મારવા લાગ્યો હવે અહિયાં ફળો ના છોતરા પડેલા હતા તે કચરા માંથી ખાવા લાગ્યો ને પછી એની નજર બાજુ માં પડેલા પ્લાસ્ટિક ને રબર ના ફળ પર પડી જે આબેહુબ સાચા ફળ જેવા લાગતા હતા આને (વાંદરા એ) ડેસ્ક પર ચડીને એમાં થી પ્લાસ્ટિક નું સફરજન લીધું ને ખાવા પ્રયત્ન કરવા લાગ્યો ડેસ્ક પર ઉભેલા હોટલ ના વ્યકિત ની નજર પડી એને આ કલર ને કીધું કે ભાઈ તમારો વાંદરો જુઓ હવે આ નમુનો જ્યુસ ની સાથે આજુ બાજુ નજર કરી ને સ્મિત કરવા માં વ્યસત હતો બાજુ માં આવેલી યુવતી ને જોઇને સ્મિત વેરતો હતો તેમાં ખલેલ પડતા તે જોયા વગર જ બોલ્યો લે જેટલા નું નુકસાન થાય કે મારો વાંદરો નુકસાન કરે એટલા પૈસા લઇ લે ને જો વધારે બોલીશ નહિ.. એક વાત સમઝ બીજે પણ સારી હોટેલ સર્વિસ મળે છે એટલે હોટલ વાળો બિચારો ભાઈ ચુપ થઇ ગયો આ બાજુ વાંદરો પ્લાસ્ટિક નું સફરજન ઉતારવા માંડ્યો હતો તે એને ગળા ની નીચે ઉતારી દીધું ને કાલરીયા ને આની ખબર નાં પડી એતો ચાલ્યો .... હવે થોડાક દિવસ પછી આ જ સીન રીપીટ થાય છે કલર જયુસ પીવા આવ્યો છે ને બસ આમતેમ ડાફેરીયા મારે છે ને વાંદરો કુદાકુદ કરે છે પણ આ વખતે વાંદરો બધી ખાવાની વસ્તુ પેહલા નીચે મુકે છે એની ઉપર બેસે છે ને પછી ખાય છે... હોટેલ ના વ્યકિત એ કીધું સાહેબ તમારો વાંદરો ગંદુ કરે છે જુઓ ... કલરીયો કહે ભાઈ ધ્યાન થી જો એ માપ કાઢે છે .... હોટલ વાળો કહે સાહેબ ખબર ના પડી ....તમે વાંદરા ને પકડી રાખો બસ..... કલરિયો કહે ભાઈ જયારે છેલ્લી વાર હું અહિયાં આવ્યો હતો ને ત્યારે આ વાંદરાએ જે પ્લાસ્ટિક નું સફરજન ખાધું હતું તે એને ભારે પડ્યું ને જાનવર ના ડોકટરે એનો ઈલાજ કર્યો છે ત્યારથી એ દરેક વસ્તુ નું માપ કાઢી ને ખાય છે કે ક્યાંક એ એટલી મોટી તો નથી કે ફસાઈ જાય એટલે એ આવું કરે છે તે પેહલા બેસી ને માપે છે ને પછી જ ખાય છે...... ભાઈ ઓ આને કેહવાય નિર્દય વ્યક્તિ બિચારા વાંદરા ના નસીબ માં પણ આવો માલિક લખ્યો હતો ચોક્કસ રીતે આવા લોકો ને તો સજા થવી જોઈએ, જીવદયા નામની વસ્તુ આજકાલ આવા લોકો માં જોવા મળતી નથી...... ખરેખર આવો મિત્ર કે માલિક કે દુશ્મન કોઈને નાં મળે. પણ માટે જ કહું છું સમજદાર લોકો સાથે મિત્રતા કરો સ્મિત કરતા રહો હાસ્ય રેલાવતા રહો ને તમારી એ સ્મિત ભરેલી યાદ માં મને યાદ કરતા રહો.
 
 



શું એનાથી તમારી મર્દાનગી લજવાય છે ?............

 
12:19





જીવન માં ઘણી બધી વાતો આપણા જીવન ને સ્પર્શી જતી હોય છે. આમાં ની ઘણી બધી વાતો ખરેખર તમારા કે મારા જીવન માં ઊંડી આસાર પડતી હોય છે. આજે હું અહિયાં એવી જ કોઈક ચોક્કસ વાતો ના ઉદાહરણ ધ્વારા તમારા મંતવ્યો ની અપેક્ષા રાખું છુ.
શું આવી ખોટી ચાલતી પરંપરા ને મર્યાદા કેહવાય ? કે સર્વત્ર ફેલાયેલી સામાજીક બદી જેને આ આપણી ભણેલી પણ અભણ પ્રજા સમજી શક્તિ નથી ...........

 એક દિવસ હું રોજ ની જેમ સમયસર કામ થી જઈ રહ્યો હતો એક ઉમરલાયક પણ લગભગ સપ્રમાણ શરીરવાળા એક ભાઈ એ મને હાથ કર્યો ને રોકવાની નિશાની કરી. હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ રોકાય નહિ પણ કેમ જાણે કેમ પણ મને આ વડીલ પ્રત્યે સામાન્ય લાગણી થઇ ને હું રોકાઈ ગયો. આ વ્યક્તિ એ મને પૂછ્યું સાહેબ તમે ફલાણા ફલાણા ભાઈ ને ઓળખો છો. હવે એ વખતે મને ખબર પડી કે હા આ ભાઈ તો મારે ઘણી દુરના ઓળખીતા વ્યક્તિ ના સ્નેહીજન છે. જ્યાં સુધી હું જાણતો હતો આ વડીલ જેના પીતાજી હતા એ વ્યક્તિ એક સોફટવેર એન્જીનયર હતી ને ખુબ ઓંછુ મારે એને મળવાનું થતું હતું. મેં વડીલને સાથે વાહન પર બેસાડ્યા ને ચોક્કસ મુકામ તરફ વાહન હંકારવા લાગ્યો. હવે એમ થયું કે વાત કરતા જાણવા મળ્યું કે આ ભાઈ એક સારા કુટુંબ માંથી આવે છે ને પરદાદાની ઘણી બધી મિલકત હતી પણ જેમ સમય જાય છે ને રાજાઓ ના દરબાર નથી રેહતા ને જમીનદારો ની જમીન નથી રેહતી તેમ આમની જહોજલાલી જતી રહી ને હવે આ ભાઈ ના સગા ભાઈ એક સામાન્ય વ્યક્તિ તરીકે કોઈ સ્કૂલ નું સંચાલન કરે છે. ને ભાઈ મીલ માં કામ કરતા હતા ત્યારે સારી આવક હતી પણ સુખ પછી દુખ એમ મીલ બંધ થયી ગયી અને ૪૦ વર્ષ ની મહેનત નો પૈસો એ કોઈ સરકારી વકીલ જે કેસ લડી રહ્યો છે એને ભરોસે પડ્યો છે....... અને કદાચ એક દિવસ કદાચ એ વકીલ લાચ લઈને આ બધા મિલ મજુરો ની મૂડી ખાઈ જશે અને જે કેસ ચાલે છે તે હારી ને મિલ માલિક ના લાચમાં મળેલા પૈસા લઈને વિદેશ માં ભાગી જશે.


સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આટલું મન ખોલી ને બોલતી મેં કોઈ દિવસ જોઈ ન હતી પણ કદાચ આ વડીલ મન થી ભરાઈ ને ઘરે થી નીકળયા હતા. તેમજ મને આમની વાતો પરથી એવું પણ ના લાગ્યું કે એમનો ઈરાદો કોઈ દારૂડિયા ની જેમ આવી વાતો કરી ને પૈસા પડાવવાનો હોય... મેં બસ શાંતિ થી આમની વાત સંભાળે રાખી.

વડીલ ના કહ્યા મુજબ “ બેટા કોઈક દિવસ હતા જયારે આપણે પણ કોઈ ની બીક વગર મોટરસાઇકલ લઇ ને નીકળતા હતા ને હા એ વખતે ચોક્કસ ખિસ્સા માં રૂપિયા ૫૦૦ થી ઊંચા ન હતા પણ જીવન એવું જ છે આજે જયારે સાઈકલ લઈને નીકળું છુ તો પણ મારી મહેનત ના પૈસા છે. સાચું કહું બેટા મારો પોતાનો બાબો મહીને ૨૦૦૦૦ કમાય છે પણ કોઈ દિવસ મેં એને એમ નથી કહ્યું કે ભાઈ બાઈક ઘરે પડ્યું છે તો પેટ્રોલ ભરાવી ને મૂકજે ( કારણ એમ છે કે જે હાથે ફક્ત આપવા નું જાણ્યું છે તેના થી હાથ ફેલાવતા કેમ ચાલે..) એમ કરતા શરમ જ આવવાની અને હા ભાઈ પોતાની મેહનત ના પૈસા હતા તો મેં વાપર્યા છે પણ હોય ભાઈ જે પૈસા ની જરૂર માં મેં જીન્દગી ઘસી ને મેહનત કરી કે જેથી થોડા પૈસા જે મળે એનાથી અભ્યાસ કરી શકું અને જે પૈસા ની ઉણપે કે જેના કારણે કદાચ કોલેજ નો અભ્યાસ હું ના કરી શક્યો તો અત્યારે મારા દીકરા એ કમાયેલા ને એના શોખ માં કે કામ માં આવનાર પૈસા ની અપેક્ષા કેમ કરી ને રાખું. એમ કરતા શું મારી મર્દાનગી ના લજવાય ??? 

હવે આ સમયે મારું મન ચકડોળે ચડ્યું કે મને ઘણા બધા સીરીજ્બંધ ચિંતનાત્મક વિચારો આવ્યા.
૧) શું પૈસા જે આ ભાઈ એ એના દીકરા પાસે ના માંગયા એ શું ખરેખર બરાબાર નો વ્યવહાર છે?
૨) શું આને ખોટી મર્દાનગી ના કેહવાય ?  આથવા આ વડીલ ની વાત સાચી છે કદાચ હમેશા પોતાના બાળક ને રમાડનાર હાથ જે કોઈ કારણસર અપંગ બની ગયા છે એના જેવી સ્થિતિ ઉત્પન્ન થાએ છે ને કોઈ પણ વ્યક્તિ આવી મુંઝવણ કદાચ  અનુભવી શકે?
૩) શું વ્યર્થ જ આ વ્યક્તિ પોતાના ઘર ની અંદર આ તારું આ મારું જેવી પરંપરાગત રીજીડ વિચારશ્રેણી ધરાવે છે?
સામાન્ય રીતે દરેક સામાન્ય અને મિડલ ક્લાસ ઘર માં આવી વિચાર શ્રેણી હોય છે ?

નીચે મેં ઘણું બધું લખ્યું છે પણ એ પેહલા હું તમને એક મંતવ્ય આપું છુ.
1) કેમ આ વડીલ એમ નથી કેહતા કે ( એમના પુત્ર ને ) બેટા આત્યાર સુધી મેં ધસેડો કર્યો તો હવે તું તારી જવાબદારી નિભાય. કેમ મેં તને જમીન પર ચાલતા સીખાવ્યુ, કેમ તને શિક્ષણ આપ્યું કેમ કે એ મારું કર્તવ્ય અને જવાબદારી હતી જે મેં નિભાવી છે તેમ તારે પણ નિભાવવી પડશે. તારી માં ને સમગ્ર પરિવારે, આ સમાજે તને જે મદદ કરી એમાં એમનો પણ હાથ છે તારે હવે બધું સંભાળવું પડશે. માટે સમજદાર થા ને બધા ને સરખો બની ને સમાજ માં એક નવું નામ ઉભું કર કે જે તારું કર્તવ્ય છે જે મેં ના કર્યું તે તું કરજે ને બધા ને મદદ કરજે સંકુચિત માનસ નો ના થતો કદાચ મારી પાસે એટલી ત્રેવડ નહતી આથવા પ્રકૃતિ એ મને મોકો ના આપ્યો પણ તું બધાને સમજી ને નિર્ણય લેતો થા. અને જરાપણ સ્વાર્થી ના થતો કારણ કે મેં તારા માટે મારો સ્વાર્થ જોયો નથી તો એક પિતા ની અપેક્ષા પર પુરો ઉતર ને આજથી ઘર ના બધા નો ખ્યાલ રાખજે બધી બાબતો એક મોટા દીકરા તરીકે હું તને સોપુ છુ.


૨) “ એમ કરતા શું મારી મર્દાનગી ના લજવાય ??? “    આ કેહવા પાછડ નો હેતુ સામાન્ય છે કદાચ આ પિતા સાચું કહે છે કે પૈસા માંગતા એમને શરમ આવે આથવા ઉમર પ્રમાણે અને જૂની વીચાર શ્રેણી પ્રમાણે કદાચ એ વિચાર એમને નથી આવતો. આ જગ્યા એ વિચાર શ્રેણી વિદેશીઓ જેવી હોવી જોઈએ કારણ કે ૧૮ વર્ષ પછી બાળકો ને જુદા કરીને નોકરી કરાવવો નો અથવા ચોક્કસ જોડી માટે ડેટિંગ કરાવવાનો હેતુ પણ બાળકો મેચ્યોર્ડ થાએ ને સમજદાર થાએ એનો જ હોય છે. આ પરંપરા આપણા સમાજ માં નથી. કદાચ આપનો સમાજ લાગણીઓ ના તાનાવાના થી એવો બંધાયો છે કે આ પ્રમાણો ને માપદંડો ને ફરીથી સુધારવાની જરૂર છે, કેમ?, જો જે સમાજ માં એક ભાઈ ભોજન કરે ને બીજો એને ખાતા જુએ શું એ બરાબર છે? જેમ આજકાલ કોઈ પણ કમ્પની માં જુઓ તો આવા માટે સમય છે પણ જતી વખતે કામ માટે બેસવા નું કહે તો બેસવું પડે છે અને ઈ પણ કોઈ શરતો વગર કે એક્સ્ટ્રા ની ડીમાંડ કાર્ય વગર પછી છોય ને કેહવાતું હોય કે ૮ કલાક પછી બેસવા કલાક પ્રમાણે ની વેતન ની જોગવાઈ છે. આપણે જાની જોઈ ને હરામખોરી ની ટેવ પડીએ છે કેમ જલ્દી કામ પતી જાયે તો કોઈ એમ નથી કેહ્તું કે ભાઈ  ચાલો આજે રજા આરામ કરો તમે વધારે મેહનત કરી ને સમય પર કામ પતાવી નાખ્યું તમારો આભાર આથવા એમ કે ભાઈ તમે બે દિવસ નું કામ કે પછી બીજા સાથે ના ભાઈ નું કામ પણ કરી આપ્યું તો તમને વધારે પગાર કે વેતન મળશે. આ બધી વાતો બધા સમજે છે પણ આ પરંપરા આથવા ગુલામી કે પછી સામાજિક બદી જ રહીં ગયી છે.

( there are still more options and answers for this I invite if anybody feels that there are good options for that )
 
માનવી જીવન માં ઘણી બધી અદ્રશ્ય વાડો ઉભી કરે છે અને પછી મુંઝાયા કરે છે.
હવે હું એમ વિચાર કરું છુ કે આવું કેમ મિત્રો, શું ખરેખર પાસે પડેલી તકો આપણે ફક્ત આવી વિચારશ્રેણી ને લીધે છોડી દઈએ છે. આપનો સમાજ એ એવો થઇ રહ્યો છે કે કદાચ પલાસટીક ની કોઈ વસ્તુ ખરીદવામાં કે ઇલેકટરોનીક વસ્તુ ખરીદવામાં જેટલો ભાવતાલ નથી કરતા એટલો આપણે કોઈ શાકભાજી વાળા પાસે કે ફ્રુટ ની લારી પર જઈને કરીએ છે. કદાચ તમે જુઓ તો કોઈ લુખ્ખો હફતો ઉઘરાવે ત્યારે માથાકૂટ નહિ કરે કે પછી કોઈ પોલીસ વાળો જબજસ્તી નો દંડ ઉઘરાવે ત્યારે કશું ન બોલનારી પ્રજા કે પછી કોઈ નામચીન ગુંડા ને સંયુક્ત રીતે વોટ આપી ને નેતા નો સફેદ જામો પેહરાવનારી પ્રજા સામાન્ય રસ્તા પાર કદાચ ભૂલ થી કે જરાક આકસ્માત જ વાહન અડી જાયે ત્યારે કોઈ ને મારતા આથવા ખુન સુધી કરવાની રાહ નથી જોતી અને ખુન્નસ તો તમે જોવી હોય તો કોઈ સુંદર છોકરી ની પોતાની ભૂલ ને લીધે થતા એક્સીડેન્ટ માં જોવું ભલા કેટ બધા છોકરી ના સ્નેહીજનો જોવા મળે છે. આ પ્રજા ને કદાચ પૂછવા માં આવે કે ભાઈ વોટ આપવા માટે રજા મળી ત્યારે તમે વોટ આપવા કેમ ના ગયા કે પછી પેલો લુંક્ખો જે દરરોજ રીક્ષા વાળા પાસે હફતો પડાવે છે તો તમે કમ્પ્લૈન કેમ નથી કરતા. પેલો ગલ્લા પર ઉભેલો ગુંડો જે દરરોજ સારા ઘર ની છોકરી ને છેડે છે ને તમે મઝા લઇ ને જુઓ છો ત્યારે કેમ તમારી અંતર આત્મા નથી જાગતી તે એક્સીડેન્ટ વાળા બિચારા ને મારી ને અને જે બાકી ના લોકો જે એ બિચારા નો પડેલો સમાન ચોરી કરવા દોડી આવે છે ઈને મદદ કરવા ની જગ્યા ઈ પેલી મોટા ઘરની અને છોકરી હવાનો દાવો કરી ને હેલ્મેટ વગર સ્કોટી ચલાવનારી વંનથે લી ગાય ને મદદ કરવા જાઓ છો.

આ બધા પ્રસંગો હું માનું છુ તેમ બધા જાણે જ છે તો પછી કેમ આ ભણેલી ને ગુજરાત ને પ્રોગ્રેસ્સીવે રાજ્ય સાબિત કરનારી ને મોટા મોટા થપ્પા ( Thappa ) મારી ને સસ્તી વસ્તુ ને મોંઘી કરનારી પ્રજા ( as we say this is the best place to have junk food then it increases its prices ) જે સૌથી આમીર ર્રાજ્ય બનવા તરફ ભાગી રહી છે એમાં થોડા સમય પછી સમૃદ્ધ નહિ પણ આવા બધા કેહવાતા નામાંરડો નું રાજ્ય હશે ને આવી વિચાર શ્રેણી કદાચ બધા ને હેરાન કરશે.
આપની આજુ બાજુ જુઓ કેમ હજી આપણે એવું વિચારી એ  છે કે માસ્ટર ડીગ્રી હોય તો આથવા ઉંચી ડીગ્રી હોય તો વ્યક્તિ ને આભીવ્યક્તિ કરવા નું લાઇસન્સ મળે. બાકી ના બધા છોય ને બુદ્ધી વાળા હોય તો પણ મુરખ અથવા મંદબુદ્ધિ છે.

શું કોઈ વિદ્યાર્થી એ પાસ થાય તો જ આથવા ઈ કોઈ ચોક્કસ ડીગ્રી લાવે ને પર્સેનતેજ લાવે તો જ ઈ સાચો? શું કોઈ વાત ને ચોક્ખી ને સીધે સીધી કેહનાર ની આહિય કોઈ કિંમત નથી?
આપણે જે પરીક્ષા લઇએ છે ને જેમાં મોટા ભાગે શેઠીયાઓ ના બાળકો ચોરી કરી ને મોટા મોટા સરટીફીકેટ લાવે છે આથવા કદાચ આપણા દેશ માં પાસ ના થતા હોઈ ને વિદેશ માં જઈને ગ્રેડીંગ સિસ્ટમ માં જઈને ડી ગ્રેડ સાથે પાસ થઇ ને બુમો મારે કે ભાઈ મારો છોકરો વિદેશ માં જયી ને ડીગ્રી લઇ આવ્યો. પછી છોય ને ઈ ગમે તેમ લાવ્યો હોય ને એના પછી એ દેશ ની જે તે અભ્યાસ કેન્દ્ર ની માન્યતા એ જ દેશ ની સરકારે બીજા વરશે બંધ કરી દીધી હોય.

અરે આપણે કઈ રીતે આ બધી વસ્તુ ને મૂલવી એ છે આ બધી વસ્તુ નું કે વાતો નું કોઈ માપદંડ નથી?
પ્રશ્ન થાએ છે કેમ ?  જવાબ છે “ કોઈ પણ સમયે માનસ નો વિકાસ ચોક્કસ હોતો નથી કદાચ પરીક્ષા માં બેસનાર વિદ્યાર્થી ની શારીરિક અથવા  માનસિક અથવા સામાજિક અવસ્થા બરાબર ના હોય તો એ પરિણામ ને ચોક્કસ કયા અર્થ માં કહી શકાય. મિત્રો શું કોઈક ચોક્કસ વિદ્યાર્થી બધી પરીક્ષા માં એક સરખો સળગ સમાન પરિણામ લાવી શકે અને જો લાવે તો પણ બીજા વિદ્યાર્થી ની સાથે મૂલ્યાંકન માં જે તે વિષય નું પેપર ચેક કરનાર એક જેવા હોય છે કયી જગ્યા એ માપદંડો ચોક્કસ છે, કદાચ ઉત્તર ચેક કરનાર જ બરાબર નથી હોતા. ઘણી વખત જેમ ગુજરાતી માધ્યમ ના પેપર ચેચક કરનાર ને અંગ્રેજી માધ્યમ નું પેપર ચેક કરવા આપે એવું હોય છે. અરે માણસ સામાન્ય છે કે માનસિક રોગી છે એ બતાવવા માટે ના પણ કોઈ ચોક્કસ માપ દંડ નથી. કેમ , સીગ્મડ ફ્રોઈડ જે માનસિક રોગી માટે ને પુસ્તક લખે છે ને એસેસમેંટ આપે છે એ ભાઈ ને પોતે બસો ને પંચાવન જેટલા રોગ હતા તેમજ આલ્બર્ટ આઈન્સટાઈનને આપેલી ફોર્મુલા ને પારખીને તેને સંપૂર્ણ કરનાર કોઈ નથી તેમ તે સંપૂર્ણ સાચી હતી તે અધૂરું સત્ય જ છે ને આપણે કહી શક્ય કે મોટા ભાગ ના જીવન માં સંપૂર્ણ સત્ય ની સાથે આપણે જીવતા નથી. જેમ નીલ આરમ્સ્ત્રોંગ ચંદ્ર પાર ગયા ને એનો પુરાવો આપ્યો પણ એ સાચો છે એમ કઈ રીતે કહી શકાય જયારે નીલ આરામ્સ્ત્રોંગ ને ફક્ત એ બતાવવા માટે કે આમારી પાસે વધારે સારી ટેકનોલોજી છે આથવા આમે મહાન છે તે બતાવવા માટે જમીન પરથી શૂટિંગ કરી ને બતાવ્યુ હોય તો કોને ખબર પડવાની કોણ જાતે ચંદ્ર પાર જઇ ને જોવવા નું છે કે હા ભાઈ આ આનાજ ચરણ કમળ (it’s his only foot prints ) છે.

આટલું બધું કેહવાનો મારો આર્થ એટલો જ છે કે ભાઈ માપદંડો અને પરંપરાઓ હમેશા ત્તાથ્ય પ્રમાણે નથી હોતા એટલે દરેક ને વિચારી ને અને જુદા જુદી રીતે જોનાર કંઇક નવું કરે છે આપને પોતે કહીએ છે કે આધુરું જ્ઞાન એ નકામું છે તેમ જો ચીન્તાનાત્મકતા કે સામાજિક રીતે પછાતતા સમાજ ને કુંભાર જેવો ઘાટ આપવા નું કામ કરે છે.

કદાચ આટલું કાર્ય કારયા પછી તમે એમ વિચારો કે મારું આટલું વિચારવાથી શું થવા નું છે આથવા કોની પાસે આવો ટાઈમ છે આથવા મારા એકલા ના વિચાર થી શું થવા નું છે તો કાઢી નાખજો કારણ કે જો જમીન પાર પડતા એક અપ્પ્લે ન્યુટન ને ગ્રેવીટી આપી ને પ્રખ્યાત કર્યો તો એક નાનકડો પણ સારો વિચાર તમારા જીવન ને ધન્ય કરી શકે છે.

મેં પેહલા કીધી એમ જો તમે કોઈ ટેલેન્ટ પ્રોગ્રામ માં આવનાર નમુનાઓ ને જોઈ ને હંસો તો એમ પણ વિચારો કે આમાંથી જ કોઈ એક તમારો ચાહિતો કે લાડીલો કલાકાર થશે કે જેને આવો કોઈ વિચાર કરી ને મજાક ની પરવા કરયા  વગર એ મુકામ હાંસેલ કર્યો છે. પણ આપની આંખો લોકો ની ભૂલો જોવાથી ને સારી વસ્તુ ગ્રહણ કરવા ટેવાયલી  જ નથી એટલે આપણે બસ ઘરે બેસી ને હંસી શકીએ છે.


એક સુંદર ને ઘણો બુદ્ધિશાળી રાજકુમાર હતો

 
12:44
કદાચ વાર્તા નાંનપણ માં સાંભળી હશે તો પણ વાર્તા સંભાળવાની ને વાંચવાની મજા આલગ જ છે મિત્રો.

એક દેશ માં એક સુંદર ને ઘણો બુદ્ધિશાળી રાજકુમાર હતો તેની ખ્યાતી દુર દુર સુધી હતી તે હમેશા પોતાની બુદ્ધિને અન્ય કળા બતાવીને લોકોને મંત્ર મુગ્ધ કરી દેતો હવે થયું એવું કે રાજકુમાર એ નવી વિદ્યા શીખી ને એ તેમાં નિપૂર્ણ થઇ ગયો આ વિદ્યા હતી માટીના પુતળા બનાવવાની વિદ્યા... જેમાં તે એટલી સારી રીતે નિપૂર્ણ થયો કે બસ આબ
ેહુબ તે જીવતી જોત વ્યક્તિ જેવી જ પુતળા ની મૂર્તિ બનાવી આપતો કે વ્યક્તિ ઓળખી પણ ન શકે કે આ મૂર્તિ છે કે પછી માનવી જે વિવિધ મુદ્રા માં ઉભેલો છે બસ આમ ને આમ ચાલતું હતું ત્યાં અચાનક એક દિવસ એવું થયું કે રાત ના સમયે તેના મહેલ ના કક્ષ નજીક તેને આવાજ સંભળાયો આવાજ આમ હતો “ બે વ્યક્તિ ઓ વાત કરી રહ્યા હતા કે ભાઈ કેટલો સોહામણો રાજકુમાર છે બસ આજ થી ત્રણ દિવસ પછી એને ઉપર લઇ લેવા માં આવશે (એટલે કે એનું મૃત્યુ થશે ) ને બધું સમાપ્ત થઇ જશે હવે રાજકુમાર ને આવાજ સંભળાતા તે જોવા લાગ્યો એને ખ્યાલ આવ્યો કે આ તો યમદૂત છે તે વિમાસણ માં પડી ગયો તેને ઊંઘ નાં આવી બસ ઘણો વિચાર કરયા પછી એને યુક્તિ સુઝી એને પોતાની આબેહુબ ૧૦૦ મૂર્તિઓ બનાવી ને ત્રીજા દિવસે બસ એમની વચ્ચે જઈને ઉભો રહી ગયો ...... થોડા સમય પછી યમદૂત આવ્યા એ મૂંઝાઈ ગયા બધી જ મૂર્તિઓ એક જેવી લાગતી હતી કયો સાચો રાજકુમાર ને કઈ મૂર્તિ એ ખબર ના પડે એટલે કરવું શું? ત્યાં એકાએક યમદૂત ને વિચાર આવ્યો ને તેને બીજા યમદૂત ને કીધું અરે મિત્ર આ બધી મૂર્તિ આ રાજકુમારે બનાવી છે સારી પણ એક ખામી રહી ગઈ છે .... ખરે ખર આ મૂર્તિ બનાવનાર એક બહુ ........( થોડું રોકાઈ ને ) એટલે રાજકુમાર થી ના રેહવાયુ એને કીધું શું .... શું ખામી છે આમાં ...?
યમદૂત એ હાસ્ય વેરતા કહ્યું “ આ મૂર્તિ માં તારું અભિમાન ઉતરી ગયું છે આ જ ખામી છે “ ટૂંક માં જો રાજકુમાર જાતે બહાર ના આવત તો એ સમય વિતતા બચી ગયો હોત પણ એવું શક્ય ન બન્યું કેમકે પોતાના અભિમાન ને કારણે તે છેલ્લે પકડાઈ ગયો ને તેનું મૃત્યુ થયું ....

પોપટ સાથે વહાણ માં

 
12:25
એક વાર એક વહાણ સમુદ્ર માં જઈ રહ્યું હતું તેમાં એક વ્યક્તિ તેના પોપટ સાથે વહાણ માં મુસાફરી પર હતો. હવે આ પોપટે એક અન્ય સુંદર છોકરી ને જોઈ ને સીટી મારી ( એના જેવો અવાજ કર્યો ) છોકરી એ તરત વડી ને એની સામે જોયું અને આજુ બાજુ જોઈ ને ખબર પડી કે આતો પોપટ છે એટલે એ હસવા માંડી હવે આવું આ પોપટ વારે ઘડીએ કરતો ને છોકરી હસતી એટલે એને જોઈને આ પોપટ ના માલિક ને ય થયું કે આપને પણ વગાડો ને એટલે એને સીટી વગાડી ને 
સીટી માં થોડો ફેર જનાયો એટલે છોકરી એ જોયું પણ કશું બોલી નહિ એટલે આ ભાઈ એ ફરી થી વગાડી તો આ વખતે છોકરી ને આવ્યો ગુસ્સો ને તેને બુમ મારી ને એના ભાઈ ને કીધું ને ભાઈ ને આજુ બાજુ ના લોકો આવિયા ને પેહલા ધોલાઈ થઇ પછી નક્કી કર્યું કે બાપડા ને નાખો ને પાણી માં જોઈએ કેમ નો સીટી મારે છે .......

એટલે બધા એ એને પકડ્યો ને નાખવા ની તૈયારી કરતા હતા એટલા માં

પોપટ ને વાચા ફૂટી ને કીધું ભાઈ તને ઉડતા આવડે છે ....... કે તરતા આવડે છે ...... ઓલા એ કીધું ના .... તો પછી સીટી શું જોઈ ને વગાડી ........ મોરલ ઓફ ધ સ્ટોરી જેને જે આવડત ના હોય એમાં કૂદવું નહિ બાકી જલસા પડી જાય ભાઈ મરનાર ને નહિ જોનાર ને ....

એક ભાઈ નું વજન

 
12:23
એક ભાઈ નું વજન ઘણું વધી ગયું હતું ને એ દરરોજ ઓફીસ કાર્ય બાદ ખાવાનું ને ઊંઘવાનું કામ જ કરતા ..... હવે એક દિવસ એમને વિચાર આવ્યો કે ભાઈ થોડું વજન ઉતારી એ ...... પણ કઈ રીતે.... જાહેરાત જોતા ખબર પડી કે એક સારી સંસ્થા માં આવી પ્રવૃત્તિ ચાલે છે. ને તેઓ કહે છે કે વજન ઉતારો હસતા હસતા ........તો તેમને મુલાકાત લીધી .... સંસ્થા માં તેમને ત્રણ જુદા જુદા પકેજ બતાવ્યા ને કીધું કે તમને પેહલા પેકેજ માં ફાયદો લાગ
ે તો આગળ જવું ...... કાલે સવાર થી શરૂઆત કરી એ ..... આમને કીધું કે સારું હવે બીજા દિવસે એમના ઘર ની ડોરબેલ વાગી .. સામે એક સુંદર કન્યા ઉભી હતી એને કહ્યું મારી પીઠ પર જે લખ્યું છે તે મુજબ કરો ને એની જર્સી પર પાછડ લખ્યું હતું કે " જો તમે મને પકડી શકો તો આજે હું તમારી સાથે ( ડીનર ) પર આવીશ. હવે સુંદર કન્યા ને જોઇને આમનું પ્રલોભન છુટ્યું નહિ તો આ ભાઈ તો જાય દોડતા હવે કન્યા એ જાણે ઓલોમ્પીક્સ માં થી આવી હતી તે એના થી ઝડપથી દોડે કેમ કે આ તો જાડિયો હતો ..... આવું ને આવું બે અઠવાડિયું ચાલ્યું ને ભાઈ એ ૫ કિલો વજન ઉતાર્યું ....... હવે કીધા મુજબ કંપની એ આમને પૂછ્યું કે ભાઈ પહેલું પેકેજ પૂરું થાય છે તમારે બીજી સેવા લેવી છે. આ ભાઈ ને થયું કે પેહલું પેકેજ આવું હતું તો બીજું કેટલું સરસ હશે ......... એટલે એને જોયા ને જાન્ય વગર કંપની ના કાગળ પર એટલે પેકેજ ના ધારા ધોરણો પર સહી કરી દીધી.......... બીજા દિવસે ડોરબેલ વાગી આ ભાઈ તૈયાર જ હતા કે આજે તો મજા પડવાની છે .... દરવાજો ખોલતા સામે એક તગડો ને ચુસ્ત યુવાન ઉભો હતો એના હાથ માં દંડો હતો એમને કીધું કે તમે પેકેજ માંગ્યું છે ....... એટલે આને બીતા બીતા કીધું હા ....... તો ઓલો યુવાન કહે કે ચલ બહાર આવ તારે મેહનત કરવાની છે નહિ તો છોતરા કાઢી નાખીશ ..... આ કે કે વાત ખોટી છે મને કેમ પકેજ ના આપ્યું .... તો એને કીધું કે આજ પેકેજ છે પેહલું તો બસ ગ્રાહક માટે છે ને બીજું સારી સર્વિસ માટે હવે ચાલે છે કે " આ ભાઈ બોલ્યા હું કેસ કરીશ તો યુવાન બોલ્યો અલ્યા ગંદા તેંજ કાગળ પર સહી કરી છે ઈ કાગળ વાંચયો તો ખરો ...... હવે આ ભાઈ ને ધ્યાન આવ્યું પણ એના ૩ અઠવાડિયા માં ઈ ૨૫ કિલો વજન ઘટાડી ચુક્યો હતો ..... બોધપાઠ : જીવન માં સુંદર ચેહરા થી ઠગનાર બહુ મળશે મિત્રો જો તંદુરસ્ત ને લહેરી લાલ જેવું જીવન જીવવું હોય તો લાલચ એક હદ થી વધારે ના કરતા નહિ તો રોતા ભી નહિ આવડે ..... " વાર્તા સ્મિથ ભાઈ એટલે કે મારા બ્લોગ માંથી છે ને બસ મગજ ની ઉપજ છે પણ વધારે ના વિચારશો બસ હસો ને સ્મિત કરો મિત્રો "

No comments:

Post a Comment