સોંજન્ય :- desigujju.com
1 Bread Vegetable Dhokla - બ્રેડના વેજિટેબલ ઢોકળા
Recipe - વાનગી
Bread Vegetable Dhokla - બ્રેડના વેજિટેબલ ઢોકળા
Ingredients - સામગ્રી
Bread Vegetable Dhokla - બ્રેડના વેજિટેબલ ઢોકળા
Ingredients - સામગ્રી
- 1 પેકેટ મધ્યમ બ્રેડ, 100 ગ્રામ રવો
- 100 ગ્રામ વટાણા (બાફેલા)
- 100 ગ્રામ તુવેરના લીલવા (બાફેલા)
- 2 કેપ્સીકમ, 3 લીલાં મરચાં, 2 કપ દહીં
- 3 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન ખાંડ
- 1/4 ટીસ્પૂન બેકિંડ સોડા
- મીઠું, મરચું, તેલ, રાઈ, હિંગ
- સજાવટ માટે –
- 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
- 1 ટેબલસ્પૂન તલ (શેકેલા)
- 1/2 ઝૂડી લીલા ધાણા
Method - રીત

બ્રેડની આજુબાજુની કિનાર
કાઢી, તેના નાના કટકા કરવા. દહીંને વલોવી તેમાં બ્રેડના કટકા નાંખવા.
તેમાં રવો, બાફેલા વટાણા, બાફેલા તુવેરના લીલવા, કેપ્સીકમની લાંબી ચીર,
વાટેલાં આદું-મરચાં, મીઠું, ખાંડ, સોડા અને તેલનું મોણ નાંખી, થોડું સાધારણ
ગરમ પાણી નાંખી, ખીરું બાંધવું. અડધો કલાક ખીરું ઢાંકીને રહેવા દેવું.
થાળીમાં તેલ લગાડી, ખીરું ભરી, ઉપર થોડી મરચાંની ભૂકી છાંટી, વરાળથી ઢોકળા
બનાવવાં. પછી ઉતારી ઉપર કોપરાનું ખમણ, તલ અને લીલા ધાણાથી સજાવટ કરવી.
તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી ઉપર રેડવો. પછી કટકા કાપી લસણની લીલી ચટણી સાથે
પીરસવાં.
===============================================================================
2 Aalu Chat - આલુ ચાટ

Recipe - વાનગી
Aalu Chat - આલુ ચાટ
Ingredients - સામગ્રી
Aalu Chat - આલુ ચાટ
Ingredients - સામગ્રી
- 500 ગ્રામ લંબગોળ બટાકા
- 200 ગ્રામ ફણગાવલા મગ (વરોડાં)
- 1 ડુંગળી, 1 લીંબુ
- 3 લીલાં મરચાં, કટકો આદું
- 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
- 1 ટીસ્પૂન ચાટ મસાલો
- મીઠું, ખાંડ, તેલ, હિંગ
- સજાવટ માટે –
- લાલ, લીલી, પીળી બુંદી
- ચણાની ઝીણી સેવ.
- ચટણી – 25 ગ્રામ સીંગદાણા, 8 કળી લસણ, 1 ટીસ્પૂન લાલ મરચું, મીઠું અને ગોળ નાંખી, વાટી ચટણી બનાવવી.
- દહીં – 250 ગ્રામ દહીંમાંથી પાણી કાઢી મસ્કો બનાવવો. તેમાં મીઠું, ખાંડ અને જીરુંનો ભૂકો નાંખવો.
- 100 ગ્રામ ચણાના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી, પાલકને વાટી તેના પલ્પથી ખીરું બાંધી, ઝારાથી તેલમાં બુંદી પાડી તળી લેવી. આવી રીતે લીલી બુંદી થશે. તે જ પ્રમાણે ટામેટના રસથી લાલ અને હળદર નાખી પીળી બુંદી બનાવવી. 300 ગ્રામ ચણાના લોટના ત્રણ ભાગ કરી, બુંદી બનાવવી.
Method -

=============================================================================
3 Bhel - ભેળ

Recipe - વાનગી
Bhel - ભેળ
Ingredients - સામગ્રી
Bhel - ભેળ
Ingredients - સામગ્રી
- 250 ગ્રામ ફૂલેલા મમરા
- 200 ગ્રામ ઘઉંનો લોટ
- 250 ગ્રામ બટાકા
- 250 ગ્રામ ડુંગળી
- 250 ગ્રામ ચણાની ઝીણી સેવ
- 50 ગ્રામ કોપરાનું ખમણ
- 2 ટેબલસ્પૂન તલ
- 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
- મીઠું, મરચું હળદર, ખાંડ, તેલ
- રાઈ, હિંગ, આખાં મરચાં – પ્રમાણસર
Method - રીત
મમરાને સાફ કરી, તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકાનો વગાર કરી, વઘારી લેવા. તેમાં મીઠું, હળદર, મરચું અને થોડી ખાંડ નાંખવી.
ઘઉંના લોટમાં મીઠું નાંખી, કઠણ કણક બાંધવી. તેની પાતળી પૂરી વણી, કપડા ઉપર છૂટી મૂકી રાખવી જેથી ફૂલે નહીં. પછી તેલમાં કડક તળી લેવી. બટાકાને બાફી, છોલી, બારીક કટકા કરવા. ડુંગળીનું ઝીણું કચુંબર કરવું.
ભેળ બનાવવાની પદ્ધતિ – એક મોટી થાળીમાં પૂરીનો ભૂકો કરવો. તેમાં મમરા, ચણાની સેવ, કોપરાનું ખમણ, તલ, મીઠું, મરચું, દળેલી ખાંડ અને ગરમ મસાલો નાંખી, હલાવવું. ડિશમાં આપતી વખતે ભેળ મૂકી, ઉપર બટાકાના કડકા, ડુંગળીનું કચુંબર, થોડું કોપરાનું ખમણ અને નીચે જણાવેલી બે ચટણી નાંખવી. ચટણી પહેલેથી નાંખવી નહિં, કારણકે ભેળ હવાઈ જાય.
ભેળની ચટણી – 100 ગ્રામ ખજૂર અને 50 ગ્રામ આબલીને બાફી, વાટી, રસ કાઢવો. તેમાં થોડો ગોળ નાંખી રસ ગાળી લેવો. ધાણા, જીરું લવિંગ, મરી અને વરિયાળીને થોડા તેલમાં શેકી, ખાંડી 1 ચમચો મસાલો લેવો. તેમાં 25 ગ્રામ ફૂદીનાનાં પાન, 1 ચમચો તલ અને મીઠું નાંખી બારીક ચટણી વાટી, ખજૂર આબલીના રસમાં મિક્સ કરી દેવી.
લીલી ચટણી – 25 ગ્રામ ચણાના દાળિયા, 4 લીલાં મરચાં, કટકો અાદું, લીલા ધાણા, થોડું લીલું લસણ, મીઠું અને ખાંડ અથવા ગોળ નાંખી વાટી, રસાદાર ચટણી બનાવવી.
=============================================================================
==========================================================================

4 Alu Biryani - આલુ બિરયાની
Recipe - વાનગી
Alu Biryani - આલુ બિરયાની
Ingredients - સામગ્રી
Alu Biryani - આલુ બિરયાની
Ingredients - સામગ્રી
- 500 ગ્રામ બાસમતી ચોખા
- 300 ગ્રામ બટાકા
- 100 ગ્રામ ટામેટા
- 2 ડુંગળી, 7 કળી લસણ
- 3 લીલાં મરચાં, કટકો આદુ
- 1/2 ઝૂડી લીલા ધાણા
- 1/2 કપ દહીં
- 2 ટેબલસ્પૂન માખણ
- 1 ટીસ્પૂન ગરમ મસાલો
- 1 ટીસ્પૂન ધાણાનો પાઉડર
- 1 ટીસ્પૂન જીરુંનો પાઉડર
- મીઠું, હળદર, ખાંડ, તેલ - પ્રમાણસર
Method - રીત
ચોખાને અડધો કલાક
પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી ભરી, થોડું મીઠું નાંખી, ઊકળે એટલે
ચોખા ઓરી દેવા. કડક બફાય એટલે ચાળણીમાં મૂકી રાખવા.
બટાકાને સાધારણ કડક બાફી, છોલી તેના નાના કટકા કરી તેલમાં તળી લેવા. તેમાં દહીં, મીઠું, હળદર અને થોડી ખાંડ નાંખી અડધો કલાક રહેવા દેવું.
એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું બારીક કચુંબર નાંખવું. સાધારણ સાંતળી તેમાં મરચાના કટકા, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાંખવી. પછી ટામેટાના ઝીણા કટકા નાંખી સાંતળવા. તેમાં મીઠું, હળદર, જીરું નો પાઉડર, ધાણાનો પાઉડર, ગરમ મસાલો અને દહીં સાથે બટાકા નાખવા. થોડીવાર હલાવી પછી ઉતારી ભાત મિક્સ કરવો.
એક બેકિંગ બાઉલને માખણ લગાડી, તેમાં બિરીયાની ભરવી. ઉપર માખણ અને લીલા ધાણા નાખવા. પ્રિહીટેડ ઓવનમાં 2000 ફે. તાપે 10 મીનીટ રાખી બરાબર સિઝાય એટલે કાઢી લેવી.

=======================================================================
5 Baked Masala Upama - બેક્ડ મસાલા ઉપમા
Recipe - વાનગી
Baked Masala Upama - બેક્ડ મસાલા ઉપમા
Ingredients - સામગ્રી
Baked Masala Upama - બેક્ડ મસાલા ઉપમા
Ingredients - સામગ્રી
- ઉપમા માટે –
- 2 કપ રવો
- 4 કપ છાશ (પાતળી)
- 2 લીલાં મરચાં
- 1 ડુંગળી
- 1 ટીસ્પૂન અડદની દાળ
- મીઠું, તેલ, રાઈ, લીમડાનાં પાન, થોડા કાજુના કટકા
- લીલી ચટણી –
- 25 ગ્રામ નાળિયેરનું ખમણ
- 2 લીલાં મરચાં
- 2 કટકા અાદું
- 7 લસણની કળી
- 1/2 ઝૂડી લીલા ધાણા
- મીઠું – પ્રમાણસર
- પૂરણ માટે –
- 100 ગ્રામ લીલા વટાણા, 2 ટેબલસ્પૂન સૂકાં કોપરાનું ખમણ,
- 1 ટીસ્પૂન ધાણાજીરું
- 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
- 1/2 ઝૂડી લીલા ધાણા
- મીઠું, તેલ, થોડી હિંગ, ચપટી ખાંડ
Method - રીત

રવાને ધીમા તાપે બદામી
રંગનો શેકવો. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને
લીમડાનાં પાનનો વઘાર કરી, ડુંગળી કાપીને નાંખવી. બ્રાઉન કલર થાય એટલે છાશ
નાંખવી. ઉકળે એટલે રવો, મીઠું અને લીલાં મરચાનાં બારીક કટકા નાંખવા. તાપ
ધીમો રાખવો. રવો બફાય એટલે કાજુના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું.
વટાણાને બાફવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે થોડી હિંગ નાંખી, વટાણા વઘારવા. તેમાં મીઠું, ચપટી ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને કોપરાનું ખમણ નાંખી, ઉતારી, લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.
ઓવન ટ્રેને તેલ લગાડી, પહેલાં અડધા ભાગની ઉપમા નાંખી તેના ઉપર ચટણીનો થર કરવો. તેના ઉપર વટાણાનું લેયર કરવું. ફરી બાકી રહેલી ઉપમા પાથરી દેવી. ગરમ કરેલા ઓવનમાં બેક કરી લેવું. લીલી ચટણી સાથે પીરસવી.

======================================================================
6 Baked Spicy Toast - બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
Recipe - વાનગી
Baked Spicy Toast - બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
Ingredients - સામગ્રી
Baked Spicy Toast - બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
Ingredients - સામગ્રી
- 1 પેકેટ સેન્ડવિચ બ્રેડ
- 250 ગ્રામ બટાકા
- 250 ગ્રામ લીલા વટાણા
- 5 લીલાં મરચાં, કટકો અાદું
- 1 ઝૂડી લીલા ધાણા
- 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
- 3 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
- 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
- 1 ટેબલસ્પૂન તલ
- ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
- મીઠું, માખણ - પ્રમાણસર
Method - રીત
====================================================================
બટાકાને બાફી, છોલી માવો
બનાવવો. લીલા વટાણાને મિક્સરમાં વાટી ભૂકો કરવો. બન્ને ભેગા કરી, તેમાં
મીઠું, ખાંડ, ગરમ મસાલો વાટેલાં અાદું-મરચાં, કાજુનો ભૂકો, નાળિયેરનું ખમણ,
તલ,લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા નાંખવા.
બ્રેડની સ્લાઈસની ચારે બાજુની કિનાર કાપી, તેના ઉપર માખણ લગાડવું. પછી તૈયાર કરેલો મસાલો મૂકી, સ્લાઈસના બન્ને છેડા પાણી લગાડી ચોંટાડી દેવા. બીજા બે છેડા એમ ને એમ રાખવા. પછી તેના ઉપર છરીથી માખણ લગાડી, ગરમ ઓવનમાં 3500 ફે. ઉષ્ણતામાને કાઢી, ટોમેટો સોસ સાથે પીરસવા.

7 Chevda - ચેવડો

Recipe - વાનગી
Chevda - ચેવડો
Chevda - ચેવડો
Method - રીત
250 ગ્રામ પૌંઆને સાફ
કરી, પેણીમાં તેલ મૂકી, તળવા, ફૂલી જાય એટલે ઝારી વડે ચાળણીમાં કાઢી લેવા.
ચાળણી નીચે તપેલી રાખવી. જેથી તેલ નીતરી જાય, કોરા પડે એટલે તેમાં મીઠું,
મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, તળેલા સિંગદાણા, તળેલી ચણાની દાળ, તળેલા
કાજુ, દ્રાક્ષ, તલ, ખસખસ, બધું નાંખી હલાવવું. થોડા તેલમાં રાઈ, વરિયાળી,
અજમો અને હિંગ નાંખી, ચેવડો વઘારવો.
====================================================================
8 Chatakedar Kurmure Pauva - ચટાકેદાર કુરમુરે પૌંઆ

Recipe - વાનગી
Chatakedar Kurmure Pauva- ચટાકેદાર કુરમુરે પૌંઆ
Ingredients - સામગ્રી
Chatakedar Kurmure Pauva- ચટાકેદાર કુરમુરે પૌંઆ
Ingredients - સામગ્રી
- 200 ગ્રામ મમરા
- ૨૦૦ ગ્રામ લીલાં મરચાં
- ૩ નંગ સમારેલાં ટામેટાં
- ૩ નંગ સમારેલી ડુંગળી
- 1/2 કપ સીંગદાણા
- 1/2 કપ ઝીણી સેવ
- 1/2 કપ પાલકની સેવ
- 1 કપ સમારેલી કોથમીર
Method - રીત
- મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો.
- ત્યાર બાદ ગેસ ઉપર એક કઢાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરાનો વધાર કરવો.
- તેમાં મીઠો લીમડો નાખીને હળદર, સીંગદાણા, લીલાં મરચાં તેમ જ સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરો.
- થોડી વાર સાંતળીને તેમાં સમારેલાં ટામેટાં અને મીઠું ઉમેરવા.
- ત્યાર બાદ પલાળેલા મમરા નાખીને હળવા હાથે હલાવો જેથી મમરા ભાંગી ન જાય.
- તે પછી આંચ પરથી નીચે ઉતારી લો.
- આ ચટાકેદાર કુરમુરે પૌઆને તે ગરમ હોય ત્યારે જ એક બાઉલમાં કાઢી તેના પર પાલક સેવ, ઝીણી સેવ અને કોથમીર ભભરાવીને નાસ્તાનો સ્વાદ માણી શકો છો.
- ત્યાર બાદ ગેસ ઉપર એક કઢાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરાનો વધાર કરવો.
- તેમાં મીઠો લીમડો નાખીને હળદર, સીંગદાણા, લીલાં મરચાં તેમ જ સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરો.
- થોડી વાર સાંતળીને તેમાં સમારેલાં ટામેટાં અને મીઠું ઉમેરવા.
- ત્યાર બાદ પલાળેલા મમરા નાખીને હળવા હાથે હલાવો જેથી મમરા ભાંગી ન જાય.
- તે પછી આંચ પરથી નીચે ઉતારી લો.
- આ ચટાકેદાર કુરમુરે પૌઆને તે ગરમ હોય ત્યારે જ એક બાઉલમાં કાઢી તેના પર પાલક સેવ, ઝીણી સેવ અને કોથમીર ભભરાવીને નાસ્તાનો સ્વાદ માણી શકો છો.
==========================================================================
9
Dabeli - દાબેલી
Recipe - વાનગી
Dabeli - દાબેલી
Ingredients - સામગ્રી
Dabeli - દાબેલી
Ingredients - સામગ્રી
- 12 નંગ બ્રેડ બન્સ
- 500 ગ્રામ બટાકા
- 50 ગ્રામ ખારી સિંગ
- 1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
- 1 નાની ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
- 1 દાડમ – લાલ દાણાનું
- મીઠું, તેલ, માખણ – પ્રમાણસર
- લાલ ચટણી – 25 ગ્રામ સિંગદાણા, 7 કળી લસણ, 1 ટેબલસ્પૂન લાલ મરચું, મીઠું અને થોડોક ગોળ નાંખી, વાટી ચટણી બનાવવી.
- લીલી ચટણી – 25 ગ્રામ દાળિયા, 1/2 ઝૂડી લીલા ધાણા, 2-3 લીલાં મરચાં, કટકો આદું, લીલું લસણ, મીઠું અને થોડી ખાંડ નાખી, વાટી, લીલી ચટણી બનાવવી.
Method - રીત
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ, લીલા ધાણા અને લીંબુનો રસ નાંખી પૂરણ તૈયાર કરવું.
બન્સના વચ્ચેથી કાપી, બે ભાગ કરવા. પછી તવા ઉપર થોડું માખણ મૂકી, શેકી લેવા. તેના એક ભાગ ઉપર લાલ ચટણી લગાડવી, તેના ઉપર બટાકાનો માવો મૂકવો. પાંચ-છ ખારી સિંગ ને થોડા દાડમના લાલ દાણા મૂકવા. પછી બનના બીજા પડ ઉપર લીલી ચટણી લગાડી, ઉપર મૂકી, ટૂથપિક લગાડવી.
નોંધ – દાડમના દાણા અંદર મૂકવાને બદલે દાબેલી તૈયાર થાય એટલે ઉપર થોડી ચટણી લગાડી ચણાની સેવ અને દાડમના દાણાથી સજાવટ કરી શકાય.

========================================================================
10
Dal Muth - દાળમૂઠ

Recipe - વાનગી
Dal Muth - દાળમૂઠ
Ingredients - સામગ્રી
Dal Muth - દાળમૂઠ
Ingredients - સામગ્રી
- મસૂર આખા 500 ગ્રામ, દૂધ 1 ટે.સ્પૂન. તળવા માટે તેલ, મીઠું, સંચળ ઉપર ભભરાવવા માટે, ચણાનો લોટ એકદમ ઝીણો 500 ગ્રામ, તેલ મોણ માટે 50 ગ્રામ, મીઠું સ્વાદ મૂજબ, સફેદ મરચું ઉકાળીને તેનું પાણી
- થોડું તળવા માટે તેલ.
Method - રીત
મસૂરને આગલે દિવસે ધોઈને
પાણીમાં ડૂબાડૂબ પલાળવા.તેમાં એક નાની ચમચી દૂધ ઉમેરવું. બીજે દિવસે
મસૂરને ચારણીમાં નીતારી કપડા પર કોરા કરવા.ગરમ તેલમાં ભભરાવીને થોડા થોડા
તળવા, તેલ ઉભરાય નહીં તેનો ખાસ ખ્યાલ રાખવો. મસૂર તેલમાં ઉપર તરે ત્યારે
નીતારીને કાઢી લેવા. ચણાના લોટમાં મીઠું, મોણ, અને મરીનો ભૂકો અથવા સફેદ
મરચાનું ગાળેલું પાણી ઉમેરી સાદા પાણીથી કનક બનાવવી. સેવના સંચામાં એકદમ
બારીક ઝારી મૂકી સેવો પાડવી. મસૂર ભેળવવા મીઠું સંચળ ભભરાવવા.

No comments:
Post a Comment